Team Chabuk-Gujarat Desk: હળવદની સગીરાની સાથે મીઠી મીઠી વાતો કરી મિત્રતા કેળવ્યા બાદ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું છે. આ પાપીઓ અહીંથી અટક્યાં નહોતાં, તેમણે દુષ્કર્મ બાદ યુવતીની અંગત પળોની તસવીરો અને વીડિયો શૂટિંગ પણ ઉતારી લીધું હતું. પાપીઓએ પછી સગીરાને બ્લેકમેલ કરી એકધારા એક વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું. આખરે સગીરાએ આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના ખારી વાડી વિસ્તારની પાસે રહેતો પાપી જયેશ અને ગોરી દરવાજાની પાસે આવેલ સરા રોડ ઉપર રહેતા ઢગા મેહુલે સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી તેની સાથે મિત્રતા કેળવ્યા બાદ દુષ્કર્મ આચરી તેની નગ્ન તસવીરો પાડી લીધી હતી અને વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં દર્શન હોટલની પાછળ આવેલી સોસાયટીમાં આ બંને નરાધમો સગીરાના શરીરને વારંવાર પીંખતા હતા. આ બંનેએ ડિસેમ્બર 2020થી 15મી સપ્ટેમ્બર 2021 સુધી સગીરાને તસવીરો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી, હવસ સંતોષી હતી.

હળવદમાં રહેતી આ સગીરાને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા પાડોશી વ્યક્તિએ મિત્રતા બાંધવાનું કારસ્તાન રચી ફસાવી દીધી હતી. આ શખ્સ અને તેના મિત્રએ સગીરાના શરીર સાથે રમત રમી હતી. સગીરાએ પોતાના માતા પિતાને આ વાતની જાણ કરી હતી. જોકે આખરે પોલીસે બંને ઢગાઓ વિરૂદ્ધ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી. હાલ તો સમગ્ર હળવદ પંથકમાં પાપી જયેશ અને ઢગા મેહુલનું હવસિયું કારસ્તાન છાપરે ચડી પોકારી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત