Homeગામનાં ચોરેપતિ પત્નીની બલિ એટલા માટે આપવાનો હતો કે તેને છુપાયેલો ખજાનો મળવાનો...

પતિ પત્નીની બલિ એટલા માટે આપવાનો હતો કે તેને છુપાયેલો ખજાનો મળવાનો હતો

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના જાલના જિલ્લાની જાફરાબાદ કચેરીમાં પતિ દ્વારા પત્નીની બલિ આપવાનો પ્રયાસ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે મહિલા તાંત્રિક, એક વ્યક્તિ અને મહિલાના પતિની ધરપકડ કરી છે. પતિને એવું લાગતું હતું કે આ પ્રકારે તાંત્રિક વિધિ કરવાથી તેને છુપાયેલો ખજાનો મળી જશે. એક અધિકારી દ્વારા રવિવારના રોજ આ કાંડ વિશેની જાણકારી આપવામાં આવી હતી.

rps baby world

પોલીસે આ ઘટનામાં જ મોજે ડોંગાંવ ગામમાંથી વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. વ્યક્તિની વિરૂદ્ધ તેની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સંતોષ પિંપલે, જીવન પિંપલે તરીકે થઈ છે. બંને ડોંગામના રહેવાસી છે. મહિલા તાંત્રિક મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લાના દેઉલગાવ રાજા કચેરીની રહેવાસી છે. મહિલાના પતિ સંતોષને દારૂ પીવાની આદત હતી. પોલીસ નિરીક્ષક રવીન્દ્ર ઠાકરેએ કહ્યું કે, એ પોતાનો વધારે પડતો સમય ઘાટની આસપાસ વિતાવતો હતો અને પત્નીને બાટલીમાં એ વાત કહીને પૂરતો હતો કે, તેને જલ્દી જ કોઈ મોટો ખજાનો મળવાનો છે.

rps baby world

22 સપ્ટેમ્બરની રાતે સંતોષ છુપાયેલા ખજાનાને શોધવા માટે એક મહિલા તાંત્રિકને પોતાના ઘરે લાવ્યો હતો. તેણે કેટલાક અનુષ્ઠાન કર્યા. આગામી દિવસે સંતોષે પોતાની પત્ની સીમાને કહ્યું હતું કે, એ ખજાનાને ખોજવા માટે તેને માનવ બલિના રૂપમાં રજૂ કરવામાં આવે છે. તેણે તેના પર કેટલાક અનુષ્ઠાન કરવાના શરૂ કરી દીધા. અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો.

rps baby world

બાદમાં મહિલાએ કેટલાક ગ્રામીણોને પોતાના પતિના ખોટા ઈરાદાઓ વિશે જણાવ્યું હતું. જેમણે મહિલાના પિતા અને પોલીસને આ ઘટના અંગે સૂચિત કર્યા હતા. ખબર મળતા જ પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસ કેસની તપાસ કરી રહેલા નિરીક્ષક ઠાકરેએ આરોપીઓની વિરૂદ્ધ મહારાષ્ટ્ર માનવ બલિ નિવારણ અને ઉન્મૂલન સહિતની અન્ય અમાનવીય ક્રિયાઓ કરવા બદલ આઈપીસીની કલમ લગાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments