Homeગુર્જર નગરીપાલનપુર: મોબાઈલમાંથી જે છોકરી પસંદ કરી એણે સાસરિયાઓને આઠ લાખની બાટલીમાં ઉતારી...

પાલનપુર: મોબાઈલમાંથી જે છોકરી પસંદ કરી એણે સાસરિયાઓને આઠ લાખની બાટલીમાં ઉતારી દીધાં

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સપાટી પર આવતા રહે છે. આ વખતે બનાસકાંઠના પાલનપુરના ધાનેરામાં પૈસા સાથે ઈશ્ક કરનારી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. ધાનેરામાં રહેતા એક યુવકને તેની પત્ની છોડીને ચાલી ગઈ હતી જેથી તેના બીજા વેવિશાળની વાતો ચાલી રહી હતી. પુત્રની ઉપાધિનો ભાર હવે મોટા ઉતારવા માગતા હતા. એમાં એક પુરુષ અને મહિલાને મધ્યસ્થી તરીકે રાખી સગાઈનાં નાણા લીધા પછી લગ્ન કરાવ્યા હતા. માતાને ઓપરેશન કરવાનું હોય તેવું બ્હાનું કરી આઠ લાખની મતા લઈ પત્ની પિયર ચાલી ગઈ હતી. તેણે પતિ, સાસુ અને જેઠની સામે પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હબકી ગયેલી માતાએ પુત્રની પત્ની સહિત બેની સામે ધાનેરામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

rps baby world

પુત્ર રાજેશના લગ્ન થયા હતા પણ તેની પત્ની સાસરિયે આવવાનો નનૈયો ભણી રહી હતી. આખરે ફારગતિ થઈ અને પુત્ર રાજેશ માટે બીજી વહુ શોધવાની પળોજણમાં પરિવારના લોકો લાગ્યા હતા. પુત્રનું ઠેકાણે પાડવા માટે રામસણ ગામના અને નજીકના સગા એવા હસમુખભાઈનો સંપર્ક સાધ્યો હતો. હસમુખભાઈએ મોબાઈલ ઉપર કન્યાઓના ફોટા બતાવેલ અને તેમાંથી એક માનુની પસંદ આવતા રાજેશનું નક્કી કરી નાખ્યું હતું.

rps baby world

તારીખ બે માર્ચના રોજ નડિયાદના સરોજબહેન, અમદાવાદની રહેવાસી કવિતા આવ્યા અને ધાનેરા તાલુકાના ચારડા ગામે એક મંદિરમાં પુજારીની હાજરીમાં લગ્ન કરાવ્યા. આ માટે ત્રણ લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. જોકે બાદમાં ફરી તેઓ ઘરે આવ્યા અને કવિતાની માતા બીમાર હોવાનું કહી લઈ ગયા હતા. ચાર દિવસ પછી પાછા આવ્યા અને કવિતાની માતાની તબિયત નાદુરુસ્ત હોય વધુ પાંચ લાખ રૂપિયા માગ્યા હતા.

rps baby world

પરિવારજનોએ ઘરના માણસ સમજી વિશ્વાસમાં આવી પાંચ લાખ આપી દીધા હતા. પૈસા અને લોકો અમદાવાદ ગયા તો ગયા પણ પાછા પધાર્યા નહીં. રાજેશની માતાએ કવિતાને ફોન કરતા એ આવી જશે તેવા જવાબો મળતા હતા. એ આવી તો નહીં પણ શારદાબહેન અને તેમના ત્રણે પુત્રોની વિરૂદ્ધ પાલનપુર પોલીસમાં અરજી કરી નાખી હતી. અંતે શારદાબહેને કવિતા અને તેના બે સાગરીતોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments