Homeગુર્જર નગરીસંયમનો માર્ગઃ હળવદના જગદીશભાઈ સરકારી નોકરીનો ત્યાગ કરી જગદીશ બાપુ બની ગયા

સંયમનો માર્ગઃ હળવદના જગદીશભાઈ સરકારી નોકરીનો ત્યાગ કરી જગદીશ બાપુ બની ગયા

Team Chabuk-Gujarat Desk: સંસારની મોહ-માયા છોડીને સંયમનો માર્ગ પસંદ કરતાં અનેક લોકોને આપણે જોયા હશે. પરંતુ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગરના એક યુવાને પોતાની સરકારી નોકરી અને સંસારનો ત્યાગ કરીને સંયમનો માર્ગ પસંદ કર્યો છે. આજના યુવાનો સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરતાં હોય છે ત્યારે મયુરનગરના આ યુવાને સરકારી નોકરી છોડી દઈ પ્રભુ માર્ગે પ્રયાણ કરતાં સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે.

હળવદ તાલુકાના મયુરનગરમાં રહેતા જગદીશભાઈ દલવાડી રેવન્યુ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યા હતા. પરંતુ તેઓને બાળપણથી જ દરરોજ મંદિરે દર્શન કરવા જવાનો નિત્યક્રમ હતો. પ્રભુ ભક્તિનો માર્ગ તેઓને પહેલેથી જ પસંદ હતો. પરંતુ આખરે તેમણે હવે આ સરકારી નોકરીની સાથે સાથે સંસારની મોહ માયા છોડીને ભગવો ધારણ કરી લીધો છે. સોમવારે વિધિવત રીતે જગદીશભાઈ દલવાડીએ સંયમના માર્ગે પ્રયાણ કરીને જગદીશ બાપુ બની ગયા છે. તેઓના પરિવારજનો અને સમગ્ર ગ્રામજનોએ વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજીને જગદીશ બાપુનું સ્વાગત કર્યું હતું.

‌હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા રાઘુભાઈ દલવાડીને સંતાનમાં ત્રણ દીકરા હતા. જેમાં એક પુત્રનું અકસ્માતમાં મોત નિપજયા બાદ તેમના પુત્ર જગદીશભાઈને મામલતદાર કચેરીમાં રેવન્યુ વિભાગમાં નોકરી મળી. ત્યારબાદ માળિયા હળવદમાં મામલતદારમાં ક્લાર્ક તરીકે તેઓ કાર્યરત હતા.

વાંકાનેર મામલતદાર કચેરીમાં ક્લાર્કની નોકરી કરતા જગદીશભાઈ દલવાડીને બાળપણથી મનમાં એક જ ઈચ્છા હતી ભક્તિમાર્ગે જવાની. ત્યારે આખરે જગદીશભાઈએ સંસારનો ત્યાગ કરી જગદીશ બાપુ બની ગયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments