Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં ભર બજારમાં ખુની ખેલ ખેલાયો છે. ચોટીલા-થાન રોડ પર સરા જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. હત્યાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો, ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામના એક વ્યક્તિની ગઈકાલે સોમવારે સાંજે ભર બજારમાં ચારથી પાંચ શખ્સોએ મળીને છરીના ઘા અને ફાયરિંગ કરી ઘાતકી હત્યા કરી છે. ઘટનાને પગલે ચોટીલાની બજારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હત્યાનો બદલો લેવા માટે આ હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચોટીલા શહેરમાં ખાનગી ફાયરીંગમાં ઝીંઝુડાના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટનાથી સમગ્ર પથંકમાં ખળભળાટ મચી ગયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો જોઈએ તો, ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સ્ટેટ પરિવારના 45 વર્ષના ધર્મેન્દ્રભાઈ શાંતુભાઈ ખાચર ખેતીકામ કરે છે. ત્યારે સોમવારે સાંજે તેઓ ચોટીલા-થાનગઢ રોડ પરથી પસાર થઈ રહ્યાં હતા એ દરમિયાન ચારથી પાંચ શખ્સોએ અચાનક આવી ચડી ધર્મેન્દ્રભાઈ ખાચર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાર બાદ એક શખ્સે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ આ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ગંભીર બનાવની જાણ થતાં પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.
હત્યાનો આ સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. મૃતકને છરીના ઘા મારીને ફાયરિંગ કર ફરાર થતાં શખ્સો સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. સોમવારે સાંજે ચોટીલામાં બનેલા હત્યાનો આ બનાવ ખૂન કા બદલામાં ખૂન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ચોટીલામાં ભરબજારે યુવકની હત્યા#chotila #murder pic.twitter.com/3K5MEPDz94
— thechabuk (@thechabuk) March 1, 2022
આજથી અંદાજે નવ મહિના પહેલાં ઝીંઝુડામાં દારૂ પીને ગાળો બોલતા માવજીભાઈ વીરજીભાઈ ગાંગડીયાને ધર્મેન્દ્રભાઈ ખાચર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી ધર્મેન્દ્રભાઈ ખાચરે પાઇપ વડે માવજીભાઈને માર માર્યો હતો. અને 27 દિવસની સારવાર બાદ માવજીભાઇનું મોત થયું હતુ. ત્યારે મારામારીનો આ બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે આ હત્યાના બનાવની ખાર રાખીને જ ખૂનનો બદલો લેવા ધર્મેન્દ્રભાઈ ખાચરની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. ચોટીલા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે હત્યા કરી ફરાર થયેલા શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
