Homeગુર્જર નગરીખંભાળિયામાં બે સગીર બહેનો સાથે દુષ્કર્મ, ત્રણ નરાધમોનું કૃત્ય

ખંભાળિયામાં બે સગીર બહેનો સાથે દુષ્કર્મ, ત્રણ નરાધમોનું કૃત્ય

Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સાથે બે સગીર બહેનો સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક સાથે બે સગીર બહેનો સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. એક સાથે બે સગીર બહેનો હવસખોરોનો શિકાર બની હોય તેવી રાજ્યની આ લગભગ પ્રથમ ઘટના છે. જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ખંભાળિયામાં નરાધમ નિકેશ ચંદુ પ્રજાપતિ, આશિષ કારૂ આહીર, મહેશ ચાવડા નામના શખ્સોએ એકબીજાને મદદ કરી સગીરા સાથે મિત્રતા કરી હતી. બાદમાં મિત્રતાની આડમાં બંને સગી બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી નિકેશ પ્રજાપતિએ સૌથી પહેલા 16 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી હતી, બાદમાં તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ નરાધમો આટલેથી અટક્યા ન હતા. સગીરા સાથે આવેલ તેની 14 વર્ષની નાની બહેનને પણ નરાધમોએ છરી બતાવી દુષ્કર્મ ગુજારી પોતાની હવસ સંતોષી હતી. 

બે સગી બહેનો સાથે થયેલા દુષ્કર્મ મામલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખંભાળિયા પોલીસે પોકસો એક્ટની કલમ સહિતની વિવિધ કલમો હેઠળ નરાધમ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્વયાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments