Homeગામનાં ચોરેદુનિયાની સૌથી જૂની બેંક બંધ થવાના આરે, આ બેંક દાન કરવા માટે...

દુનિયાની સૌથી જૂની બેંક બંધ થવાના આરે, આ બેંક દાન કરવા માટે પણ આપતી લોન

Team Chabuk-International Desk: દુનિયાની સૌથી જૂની બેંક ઈટલીમાં છે. આ 100-200 વર્ષ નહી પરંતુ 500 વર્ષ જૂની બેંક છે. બેંકનું નામ છે બાંકા મોન્ટે દેઈ પાસચી ડિ સિએના (Banka Monte dei Paschi di Siena). પહેલા તેનું નામ મેડિસી બેંક હતું. પછી નામ બદલી દેવામાં આવ્યું. હાલ આ બેંક બંધ થવાના આરે છે.

મહત્વનું છે કે, આ ઈટલીની ચોથી સૌથી મોટી બેંક છે. વર્ષ 1472માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ગરીબ, લાચાર અને જરૂરિયાતમંદ લોકોને લોન આપવા માટે આ બેંકની શરૂઆત કરવામાં આવી હતી. દાયકાઓથી આ બેંક સફળતાપૂર્વક સમય પસાર કરતી આવી રહી છે પરંતુ હવે કદાચ બંધ થઈ જશે.

વર્ષ 2008માં આવેલી મંદી બાદ આ બેંકની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. ત્યાર પછી બેંક પર ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના કારણે તે વેચાણના આરે પહોંચી ગઈ છે. તેની મૂડી પુરી થઈ ગઈ હોવાની આશંકા છે. જેથી બેંક બંધ થવાની આશંકાથી ઘણા લોકો પરેશાન છે. આ બેંક તેમના સુવર્ણ દિવસોની યાદો સાથે જોડાયેલી છે. આ બેંકે સિએનામાં ઘણા લોકોને રોજગાર આપ્યો છે. તેણે કિંન્ડરગાર્ડન, એમ્બ્યુલેન્સ સેવાઓ સહિત જનુસવિધાઓમાં મહત્વનૂ ભૂમિકા નિભાવી છે.

bank

નવાઈની વાત એ છે કે, આ બેંકમાંથી દાન કરવા માટે પણ લોન મળતી હતી. એટલું જ નહીં સિએનામાં થતી પ્રખ્યાત પાલિયો ડી સિએના હોર્સ રેસ પણ આ બેંકની સહાયતાથી જ થાય છે. સિએનાના લોકોનું કહેવું છે કે, મોન્ટે દેઈ પાસચી સિએના શહેરની ઘમનિયોમાં વહેનારું બ્લડ છે. આ બેંકને લોકો તેમના પરિવારનો હિસ્સો માને છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વર્ષ 2023માં આ બેંક સાથે 45 લાખ ગ્રાહકો જોડાયેલા છે. આ બેંકમાં લગભગ 21,000 લોકો કામ કરે છે. તેની કુલ સંપત્તિ 150 અબજ યૂરો આંકવામાં આવી છે. બેંકની 1500 બ્રાન્ચ છે. જ્યારે બેંક 200 સ્પેશિયાલિટી સેન્ટર પણ ચલાવી રહી છે.

આ બેંકને ખરીદવા માટે યૂનિક્રેડિટ બેંક આગળ આવી છે. તેમનું કહેવું છે કે, તેઓ મેન્ટે દેઈ પાસચીને ખરીદવા માટે તૈયાર છે. પણ શરત એ છે કે, સરકારી આ બેંકના બધા ડૂબતા દેવા પોતાની પાસે રાખે તો. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોન્ટે દેઈ પાસચી બેંક વેચાઈ ગયા બાદ પણ તેનું નામ નહીં બદલાય. તેનું હેડક્વાટર સિએનાથી મલાનમાં શિફ્ટ કરી દેવામાં આવશે. હાલ આ બેંકનું હેડક્વાટર સિએનાના એક કિલ્લા જેવી ઈમારતમાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments