Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના ત્રિદિવસીય મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. મેળામાં નાગા સાધુઓ ધુણો ધખાવી બેઠા છે. બીજી તરફ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભજન, ભોજન અને ભક્તિમાં લીન થવા પહોંચી રહ્યા છે. શિવરાત્રિએ નાગા સાધુઓની રવાડી નીકળશે.
મહાશિવરાત્રીના દિવસે નાગાબાવાઓનું સરઘસ મૃગીકુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગીકુંડમાં ન્હાવા લોકોને મોક્ષ મળે છે. નવ નાથ અને ચોર્યાસી શીધ્ધોના સ્થાનક ગિરનારના ભર્તુહરિ ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિધ્ધો રહે છે, અહીં શિવરાત્રીના દિવસે સિદ્ધ પુરુષો મૃગી કુંડમાં નહાવા માટે આવે છે.વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં ન્હાવા પડે છે પછી બહાર નથી નીકળતા ગિરનાર તળેટીમાં ભરાતા આ મેળામાં નાગા સાધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે ત્યારે શિવરાત્રી મેળામાં ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ન વાપરવામાં પણ અપીલ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત