Homeગામનાં ચોરેજયા પ્રદાનું સરેન્ડર, 2 કલાક જ્યુડિશિયલ કસ્ટડી બાદ મળ્યા જામીન

જયા પ્રદાનું સરેન્ડર, 2 કલાક જ્યુડિશિયલ કસ્ટડી બાદ મળ્યા જામીન

Team Chabuk-National Desk: પૂર્વ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી જયા પ્રદાએ સોમવારે રામપુરમાં વિશેષ સાંસદ/ધારાસભ્ય કોર્ટમાં સરેન્ડર કર્યુ હતું. 2 કલાક જ્યુડિશ્યલ કસ્ટડીમાં પસાર કર્યા બાદ જયા પ્રદાને રૂ. 20,000ના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, જયા પ્રદા પર ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો અને તેને કોર્ટે ફરાર જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સામે આ પહેલાં પણ 7 વખત આ કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને કોર્ટે તેની સામે CRPCની કલમ 82 (ફરાર થવાની જાહેરાત) હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, તેણીએ કોર્ટને જણાવ્યું હતું કે, તેને અમુક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે અને તેની સારવાર ચાલી રહી છે. તેથી તે અગાઉ સુનાવણી માટે કોર્ટમાં હાજર રહી શકી નહોતી.

કોર્ટ સેશન પૂર્ણ થયા બાદ જયાએ તેને બે વખત સાંસદ તરીકે ચૂંટવા બદલ રામપુરના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે, “હાઇ બીપી અને સુગર લેવલના કારણે હું કોર્ટની સુનાવણીમાં હાજર રહી શકી નહોતી. મારી સ્થિતિ સમજવા બદલ હું કોર્ટની આભારી છું.”

પ્રોસીક્યુટિંગ ઓફિસર અમરનાથ તિવારીએ જણાવ્યું હતું કે, “જયા પ્રદા પર આચારસંહિતા ભંગના બે કેસ પેન્ડિંગ હતા. તેણી તેના વકીલ સાથે કોર્ટમાં હાજર થઇ હતી, મેડિકલ રીપોર્ટ અને રિકોલ એપ્લિકેશન પણ સબમિટ કરી છે. કોર્ટે જયાની અરજી સ્વીકારી હતી તેને આગામી તમામ સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું હતું.”

jaya prada

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments