Homeગુર્જર નગરીહાર્દિક પટેલનો મુખ્યમંત્રીને ઓનલાઈન પત્ર, ‘અમારા 65 ધારાસભ્યો છે ચાલો સાથે કામ...

હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને ઓનલાઈન પત્ર, ‘અમારા 65 ધારાસભ્યો છે ચાલો સાથે કામ કરીએ.’

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં મહામારી વકરતા હવે ગુજરાત કોંગ્રેસે પણ આગળ આવી છે. સુરત અને અમદાવાદમાં 50-50 બેડના કોવિડ સેન્ટર શરૂ કરવાની ભલામણ કરી છે. આ સિવાય દર્દીઓ માટે 9099902255 મોબાઈલ નંબર પણ શરૂ કર્યો છે જેથી લોકોને અગવડતા ન પડે. હવે મહામારીમાં હાર્દિક પટેલે ફેસબુક પર મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે, અમારા 65 ધારાસભ્યો મદદ કરવા માટે તૈયાર છે. તેમણે લખ્યું છે કે, લોકો ખુબ જ તકલીફમાં છે અભિમાન છોડો અને જનતાનું વિચારો.

હાર્દિક પટેલે ઓનલાઈન પત્રમાં શું લખ્યું છે ?

‘‘શ્રી વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી, ગુજરાત) હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્યો છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશ. લોકો ખુબ જ તકલીફમાં છે અભિમાન છોડો અને જનતાનું વિચારો.’’

મુખ્યમંત્રી વાત માને તો?

જો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ વાત પર મહોર મારે છે, તો શક્ય છે કે જનતામાં પણ વિશ્વાસ આવશે કે ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ માત્ર રાજકારણ કરવામાં જ નથી માનતી, પણ સમય આવ્યે એક થઈ કાર્ય પણ કરે છે. કોંગ્રેસ અને ભાજપની છબિ જનતાની સામે સુધરશે, કારણ કે એક વર્ગનો તો શાસક અને વિરોધ પક્ષ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. એ વિશ્વાસ પુન: સંપાદિત પણ થશે. જોકે આ અંગે આગામી નિર્ણય શું આવશે તે જોવાનું રહ્યું.

કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પણ ભાજપની સરકારની કામગીરી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકાર કોરોનાના કેસનો આંકડો છૂપાવવાનો પ્રયાસ કરે છે. સરકાર માત્ર ઉત્સવમાં વ્યસ્ત રહી છે, નવું ઈન્ફાસ્ટ્રક્ચર બાંધવાનો સમય હતો. હાલ હોસ્પિટલમાં બેડ નથી. ઈન્જેક્શન નથી.

અમિતભાઈ ચાવડાનો પત્ર

કોંગ્રેસે આ માટે પાલડી ખાતે 50 બેડનું કોવિડ સેન્ટર ઊભું કરવાની પરવાનગી માગી છે. અમિતભાઈ ચાવડાના હસ્તાક્ષરવાળો એક લેટર પણ સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘‘અમદાવાદના પાલડી ખાતે આવેલા અમારા પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે, 50 દર્દીઓનું કોવિડ સેન્ટર ઊભું કરવા માગીએ છીએ. આ માટે જરૂરી તમામ તબીબો, નર્સીંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, તેમજ અન્ય સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવીશું. તો અમને કોવિડ સેન્ટર ઊભું કરવાની પરવાનગી સત્વરે આપી આભારી કરશોજી.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments