Homeગામનાં ચોરેઆ આર્ટિકલની અંદરનો વીડિયો જોયા પછી કહેશો કે શું જનતાને સરકાર પર...

આ આર્ટિકલની અંદરનો વીડિયો જોયા પછી કહેશો કે શું જનતાને સરકાર પર વિશ્વાસ નથી રહ્યો?

Team Chabuk-National Desk: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રોજે રોજ નવા રેકોર્ડ સર્જાય રહ્યાં છે. દરરોજ કેસ 2 લાખને પાર પહોંચી ગયા છે. રાત થતાં જૂના કેસની સામેનો નવો આંકડો વિરાટકાય જોવા મળે છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્રની બેદરકારીના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે, પણ આજે પહેલી વખત જનતાની બેદરકારીનો દુર્લભ કિસ્સો સાંભળો. આ કિસ્સો સાંભળ્યા પછી તમારા મનમાં બે વિચાર ઉદ્દભવશે કે શું જનતાને કોરોનાનું ટેસ્ટિંગ કરાવવાથી ડર લાગી રહ્યો છે? કે પછી જનતાને સરકાર પણ વિશ્વાસ નથી રહ્યો?

બિહારના બક્સર સ્ટેશન પર એક બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે, જે ખુબ જ ડરાવનારો છે. અહીં ટ્રેનથી આવનારા મુસાફરો માટે કોરોના ટેસ્ટ અને થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. પટના-પુણે એક્સપ્રેસથી મોટી સંખ્યામાં મુસાફરો બક્સર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા હતા અને ટેસ્ટથી બચવા માટે ભાગાદોડી કરી મુકી હતી. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. ઘટના ભલે બક્સર સ્ટેશનની હોય પણ મુંબઈની લોકલ સ્ટેશન જેવું દૃશ્ય સર્જાયું છે. જાણે પાછળ સિંહ ભાગ્યો હોય એમ લોકો ભાગ્યા છે.

મળતી માહિતી મુજબ તંત્ર તરફથી બક્સર રેલ્વે સ્ટેશન પર બહારથી આવનારા મુસાફરો માટે થર્મલ સ્ક્રીનિંગ, એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. 15-16 એપ્રિલની રાતે 1.30 કલાકે પુણેથી પટના જનારી ટ્રેન 02149 બક્સર જંક્શને પહોંચી હતી. તે સમયે મોટી સંખ્યામાં લોકો આ ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યા હતા.

શરૂઆતમાં આ ટ્રેનમાંથી ઉતરનારા કેટલાક લોકોના ટેસ્ટ થયા હતા, પરંતુ ત્યારબાદ ટેસ્ટથી બચવા માટે મુસાફરોની ભીડ દોડવા લાગી હતી. એક સમયે એવો આવી ગયો હતો કે મુસાફરોના એક તરફના વધતા જતા પ્રવાહથી ટેસ્ટ કીટને પણ હડફેટે ચઢાવી અને ફુટબોલના દડાની જેમ ઉડાવી દીધી હતી. તે સમયે માહોલ અફરાતફરી જેવો થઇ ગયો હતો. આ તમામ પરિસ્થિતિ વચ્ચે રેલ્વે તંત્ર સ્થિતિને સંભાળી શક્યા ન હતા. પરિણામે ટેસ્ટ કિટ પણ હતી ન હતી થઈ ગઈ હતી.

આ સમગ્ર કેસને લઇને બક્સરના SDO એ જણાવ્યું કે, એ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જે લોકો ભાગી રહ્યા હતા. તે સમયે બે પોલીસ જવાન પણ ત્યા ફરજ પર હાજર હતા. તે સમયે તેમની ફરજ હતી કે તે સમજાવી અને લોકોને રોકવાનો પ્રયાસ કરે, તેમના પર પણ કાર્યવાહી થશે.

આ તકે એક પ્રાઇવેટ એજન્સીના રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમારે ગઇકાલે શુક્રવારના રોજ પટનામાં રાજ્યની કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરતા કહ્યુ કે જે પણ લોકો અન્ય રાજ્યથી બિહાર પોતાના ઘરે પરત ફરવા ઇચ્છતા હોય તે તુરંત આવી શકે છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ લોકોને આગળ આવીને વેક્સિન લેવાની પણ અપીલ કરી હતી. સાથે જ નીતિશ કુમારે એ પણ કહ્યુ કે રાજ્યપાલ દ્વારા આજે શનિવારના રોજ બોલાવેલી બેઠકમાં કોરોનાની સ્થિત અને આગળની રણનીતિ પર ચર્ચા થશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રના મુંબઇ અને પુણેથી મોટી સંખ્યામાં શ્રમિક ઘરે પરત ફરી રહ્યા છે. કામ ન હોવાથી અને લોકડાઉનના ડરનાં પગલે લોકો જલ્દી પોતાના ગામ અને શહેરમાં પરત ફરવા ઇચ્છી રહ્યા છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments