Homeગુર્જર નગરીકોલેજનો પ્રારંભઃ અમરેલીના ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દીકરીઓને અભ્યાસની...

કોલેજનો પ્રારંભઃ અમરેલીના ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દીકરીઓને અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પણ પારંગત બનાવશે

Team Chabuk-Gujarat Desk: દેશની દીકરીઓ હવે રમતગમત ક્ષેત્રે પણ કાઠું કાઢી રહી છે. ગુજરાતની દીકરીઓ હવે ઓલિમ્પિકમાં પણ પ્રતિનિધિત્વ કરી રહી છે. ત્યારે અભ્યાસની સાથે સાથે દીકરીઓને રમતગમતમાં પણ રુચિ કેળવાય તેવા પ્રયત્નો કરવા અનિવાર્ય છે. ત્યારે અમરેલીના ચલાલામાં એક કોલેજનો પ્રારંભ થયો છે જેનો હેતુ દીકરીઓને અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પણ પારંગત બનાવવી. અમરેલીના ચલાલામાં શરૂ કરાયેલી હરિબા મહિલા કોલેજમાં રમતગમતને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમરેલીના ચલાલાના શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા હરિબા મહિલા કોલેજનો પ્રારંભ કરાયો છે. જેમાં સૌથી મહત્વનો વિચાર જેમનો છે અને દીકરીઓ માટે રમતગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી રતિદાદાએ આ કોલજેનુ નિર્માણ કર્યું છે. આજના સમયમાં શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા જેમને સેવા અને તબીબી ક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા છે એવા સંસ્થાના શિલ્પી રતિદાદા દ્વારા દીકરીઓને ફ્રી શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

આ કોલેજમાં એકદમ ઓછી ફી એટલે કે કોઈપણ સામાન્ય વ્યકિતની દીકરી પણ અહીં ટ્રસ્ટના ખર્ચે રમતગમત ક્ષેત્રે આગળ વધી શકશે અમરેલીના ચલાલામાં અદ્યતન ટેકનોલોજી અને રમતગમતમાં દીકરીઓ અહીં અભ્યાસ કરી નેશનલ ઇન્ટરનેશનલ સુધી નામના મેળવી શકે તેમ છે. આ કોલેજ જેમનું સપનું છે તેવા રતિદાદા દ્વારા આ કોલજેનુ 7 વર્ષ પહેલા ભૂમિ પૂજન કરાયું હતું અને આજે આ કોલજ નિર્માણ પામી છે અને આ કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના રતિદાદા સહિત મુક્તાનંદબાપુ, ધારાસભ્ય જે.વી કાકડીયા, ભરાડ સાહેબ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કોલેજ સાથે સાથે રતિદાદા વૃદ્ધાશ્રમ,અનાથાશ્રમ, સ્કૂલ, હોસ્ટેલ પણ એક પણ રૂપિયો લીધા વગર ચલાવી રહ્યા છે. આ કાર્યમાં તેમના દીકરા મહેશભાઈ મેહતા પરેશભાઈ મહેતા સહિત વિદેશોમાં રહેતા અનુયાયીઓને સહયોગથી ચલાલામાં સ્પોર્ટ્સ કોલેજ નિર્માણ પામી છે. આ કોલેજમાં અદ્યતન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, લાઈબ્રેરી, કલાસરૂમ, સ્પોર્ટ્સ ટીચર, ભોજનાલય, હોસ્ટેલ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments