Team Chabuk-Gujarat Desk: સુરતમાં પાંચ દિવસ જૂનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાર ડાન્સર માદક ઠુમકા લગાવી રહી છે. તેની આજુબાજુ પુરુષો ટોળે વળ્યા છે. કોરોનાની માર્ગદર્શિકાના લીરેલીરા ઉડી રહ્યા છે અને પોલીસ કમિશનરનું જાહેરનામું કાગનો વાઘ બનીને રહી ગયું છે. દુ:ખની વાત એ છે કે ઠુમકા લગાવનારી યુવતીને જોનારાઓમાં નાના બાળકો પણ છે.

આ સમગ્ર ઘટના બની છે સુરતના ભાગાતળાવ ખાતે. જ્યાં શોખીનોએ કંઈક નવી પદ્ધતિથી બર્થડે પાર્ટી ઉજવી છે. અત્યાર સુધી તો રાતના સમયે તલવારથી કેક કટિંગ થતું હતું. પણ હવે જન્મદિવસમાં છાકો પાડી દેવો હોય, એમ આ શોખીનો બાર ડાન્સરને બોલાવી ઉજવણી કરે છે. જન્મદિવસની ઉજવણી અઠવા પોલીસ લાઈનથી થોડા અંતરે જ કરવામાં આવી હતી.
વીડિયોમાં યુવતી ઠુમકા લગાવી રહી છે ત્યારે આસપાસ પુરુષોનું ટોળું વળ્યું છે. જેમાં બાળકો પણ છે. યુવતી પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. વીડિયોમાં મેં હું ડોન, તમંચે પે ડિસ્કો અને એક દો તીન જેવા બોલિવુડના ગીતો વાગી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત