Team Chabuk-Gujarat Desk: રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૧-૨૨માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેવા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજયમાં શરૂ છે. ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક VCE દ્રારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી શરૂ છે. ડાંગર, મકાઇ અને બાજરીની નોંધણી તા.૦૧/૧૦/૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે જે તા.૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી શરૂ રહેશે. ડાંગર, મકાઇ અને બાજરી અંગેની નોંધણી તા.૦૧/૧૦/૨૦૨૧ થી શરૂ હોય તે તા.૧૬/૧૦/૨૦૨૧ સુધી હતી તે નોંધણી સમયમર્યાદામાં વધારો કરી તે તા.૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. આથી ડાંગર, મકાઇ અને બાજરીના ખેડુતોને તેમના પાકના વેચાણ માટે નોંધણી કરાવવી.
ઓનલાઇન નોંધણી માટે આધારકાર્ડ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી – સિક્કા સાથેનો દાખલો, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્શલ ચેકની નકલ સહિત ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત સહિતના જરૂરી પુરાવા સાથે રાખવા જરૂરી છે. ખેડુતોએ નોંધણી માટે વીસીઇને કોઇપણ રકમ ચૂકવવાની રહેતી નથી.
રાજયમાં ડાંગર, મકાઇ તથા બાજરી પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ ઇચ્છુક હોઇ તેઓની ઓનલાઈન નોંધણી ફરજિયાત હોઈ આ માટે સબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ APMCનોં સંપર્ક કરી નોંધણી કરાવી શકાશે. નોંધણી બાબતે માહિતી અને માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવો, તેમ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિ. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના નાયબ જિલ્લા મેનેજરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત