Homeગુર્જર નગરી'10 હજારની તો હું ચપ્પલ પહેરૂ છું', 1 લાખની લાંચ લેનાર તલાટીનો...

’10 હજારની તો હું ચપ્પલ પહેરૂ છું’, 1 લાખની લાંચ લેનાર તલાટીનો વૈભવી ઠાઠ

Team Chabuk-Gujarat Desk: સુરત ACB દ્વારા નર્મદા જિલ્લાના નરખડી ગ્રામપંચાયતની મહિલા તલાટી નીતા પટેલની 1 લાખની લાંચના કેસમાં  ધરપકડ કરવામાં આવી છે. લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાની પણ ધરકપકડ કરવામાં આવી છે. અરજદારે વીજ મીટરની મંજૂરી માટે અરજી કરી હતી. તલાટીએ આંગડિયા મારફત લાંચ સ્વીકારી હતી. સુરતથી ગાંધીનગર આંગડિયા મારફત લાંચ માંગવામાં આવી હતી. આ પ્રકારે લાંચ લેવાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. લાંચ કેસનો સહ આરોપી મહેશ આહજોલિયા સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી ચલાવે છે. આરોપી તલાટી નીતા પટેલ આજ એકેડમીમાંથી પરીક્ષા આપી તલાટી બન્યા હતા.

નાંદોદ તાલુકાના નરખડી ગામે પતરાના શેડવાળી ઓરડીઓમાં વીજ મીટર લેવાનું હતું. એ માટે નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા ખેડૂતે અરજી કરી હતી. એ માટે તલાટી નીતાબેન મોકમભાઇ પટેલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જ્યારે તલાટી વતી મહેશભાઇ અમૃતભાઇ આહજોલિયાએ લાંચની રકમ આંગડિયા મારફત ગાંધીનગર ખાતે સ્વીકારી હતી. મહિલા તલાટીની લાંચ માગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને સુરત એસીબીએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિ તરીકે મહેશ આહજોલિયાની ધરપકડ કરી હતી.

સુરત ACBના હાથે ઝડપાયેલી મહીલા તલાટી નીતા પટેલ વૈભવી ઠાઠથી જીવન જીવે છે. કોઇ લાંચની રકમ ઓછી કરવાની વિનંતિ કરે તો રોકડુ પરખાવતી કે દસ હજારની તો હું ચપ્પલ પહેરૂ છું. એક રૂપિયો ઓછો નહીં થાય. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહીલા તલાટીને સુરત ACBએ રૂપિયા એક લાખની લાંચ લેતા રંગે હાથ પકડી છે. તેની લાઇફ સ્ટાઇલ વિશે નવી નવી વિગતો બહાર આવી રહી છે. નીતા પટેલસાથે તેનો ગુરૂ મહેશ આહજોલિયાને પણ એસીબી દ્વારા પકડી લેવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments