Team Chabuk-Sports Desk: ગયા ટી-20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફના બોલ પર અવિશ્વસનીય શોટ ફટકાર્યો હતો. આ શોટ બહુ ચર્ચામાં રહ્યો હતો. જેમાં વિરાટ કોહલીએ હારિસ રઉફના ફાસ્ટ બોલને બેકફૂટ પર જઈને સામેની તરફ છગ્ગો લગાવ્યો હતો. વિરાટના આ શોટને જોઈને વિરોધી ટીમ સહિત ક્રિકેટ જગત ચોંકી ગયું હતું.
ICCએ વિરાટ કોહલીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ICCએ આ શોટને શોટ ઓફ ધ સેંચુરી તરીકે ઓળખાવ્યો છે. જો કે, આ ઉપરાંત પણ આ વીડિયોમાં કોહલીની યાદો શેર કરવામાં આવી છે. એવી અનેક ક્ષણો જે કોહલીએ પોતાના ક્રિકેટ કારકીર્દી દરમિયાન જીવી છે. મહત્વનું છે કે, ICCએ આ વીડિયો કોહલીના જન્મદિવસે શેર કર્યો હતો જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 82 લાખ 22 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે.
મહત્વનું છે કે, હાલ વિરાટ કોહલી વન ડે ઈન્ટરનેશલ ક્રિકેટમાં ફૂલ ફોર્મમાં ચાલી રહ્યો છે. વિરાટ કોહલીએ તાજેતરમાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની વન ડે ઈન્ટરનેશનલમાં સદીના આંકડાની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીના ફોર્મને જોતા લાગી રહ્યું છે કે, તે આ વિશ્વ કપના અંત સુધીમાં સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાખશે. અત્યાર સુધીમાં 8 મેચમાં વિરાટ કોહલી કુલ 543 રન ફટકારી ચુક્યો છે. તેનાથી એકમાત્ર બેટ્સમેન ક્વિંટન ડીકોક 550 રન સાથે 7 રન આગળ છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત