Team Chabuk-Sports Desk: ICC ક્રિકેટ વિશ્વકપમાં ટોપ પર રહેલી ભારતીય ટીમ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ICC દ્વારા લેટેસ્ટ વનડે રેન્કિંગમાં શુભમન ગિલ (shubman gill) અને મોહમ્મદ સિરાજને મોટો ફાયદો થયો છે. પાકિસ્તાનના બાબર આઝમને પાછળ રાખીને શુભમન ગિલ વન-ડેમાં નંબર-1 બેટ્સમેન બની ગયો છે. જ્યારે મોહમ્મદ સિરાજ નંબર-1 ODI બોલર બની ગયો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ તરફથી જારી તાજા વનડે રેન્કિંગ્સમાં શુભમન ગિલ નંબર વન બેટર બની ગયો છે. નોંધનીય છે કે 951 દિવસથી બાબર આઝમ નંબર વન હતો, પરંતુ હવે શુભમન ગિલે તેને પછાડી દીધો છે અને વન-ડેનો નંબર વન બેટર બની ગયો છે. શુભમન ગિલના 830 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે બાબર આઝમના 824 રેટિંગ પોઈન્ટ છે. આ લિસ્ટમાં વિરાટ કોહલી 770 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 739 રેટિંગ પોઈન્ટ છે અને તે છઠ્ઠા નંબર પર છે.

ODI બોલરમાં મોહમ્મદ સિરાજ નંબર વન પર પહોંચી ગયો છે. સિરાજના 709 રેટિંગ પોઈન્ટ છે. તો મોહમ્મદ શમી ટોપ-10 વનડે બોલરોમાં પહોંચી ગયો છે. શમી 635 પોઈન્ટ સાથે 10માં સ્થાને છે. શમીએ આઈસીસી વિશ્વકપમાં ચાર મેચ રમી 16 વિકેટ ઝડપી છે. જેમાં બે વખત પાંચ વિકેટ પણ સામેલ છે. શમી સિવાય કુલદીપ ચોથા સ્થાન પર છે. રાશિદ ખાન અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક સ્થાનનો ફાયદો થયો છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત