Team Chabuk-Gujarat Desk: આજે ભાવનગર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કર્મચારીને હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. કોરોનાં કાળનાં થોડા સમય બાદ એકાએક લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીનાં એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનાં હેડ હરેશભાઈ બારૈયાને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
ખબર વગર આવે છે સાઈલેન્ટ હાર્ટ એટેક, કોઈપણ લક્ષણો દેખાય વગર જીવ ગુમાવી શકો છો, આ રીતે કરો બચાવ
સાયલેન્ટ હાર્ટ એટેકના જોખમને ટાળવા માટે જરૂરી છે કે તમે સમય-સમય પર તમારું ચેકઅપ કરાવતા રહો. દરરોજ કસરત કરો અને સ્ટ્રેસ ન લો પૂરતી ઊંઘ લો. આ સિવાય એ પણ જરૂરી છે કે તમે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખો અને શરીરમાં કોઈપણ લક્ષણોને નજર અંદાજ કરવાને બદલે ડૉક્ટરનો સંપર્ક કરો.
છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ ઘણું વધી ગયું
સાયલેન્ટ હાર્ટ એટેક આવવા પર તેના કોઈપણ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી ડાયાબિટીસ અને મોટી ઉંમરના લોકોમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પહેલા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ હાર્ટ એટેક આવતા હતા, હવે 30 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો પણ તેનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ ઘણું વધી ગયું છે. આ સ્થિતિમાં સાયલન્ટ હાર્ટ એટેક શું છે અને તે સામાન્ય હાર્ટ એટેકથી કેટલો અલગ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ સાયલન્ટ હાર્ટ એટેક સંબંધિત તમામ મહત્વની જાણકારી અંગે.
શું હોય છે સાયલેન્ટ હાર્ટ એટેક ?
સાયલેન્ટ હાર્ટ એટેકને સાયલેન્ટ ઇસ્કેમિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. સાયલેન્ટ હાર્ટ એટેક આવવા પર તેના કોઈપણ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. સામાન્ય રીતે હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો વળવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ સાયલેન્ટ હાર્ટ એટેકમાં એવું જરૂરી નથી કે વ્યક્તિ આ બધા લક્ષણોને અનુભવે.

હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે તમારા હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું. સામાન્ય રીતે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે હૃદય સુધી લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. એવા ઘણા લોકો છે જેમને ખબર પણ નથી હોતી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં જ્યારે ડોકટર તપાસ કરે છે ત્યારે ખબર પડે આવે છે. ઈસીજીની સાથે અન્ય ઘણા ટેસ્ટ છે જેના દ્વારા સાયલેન્ટ હાર્ટ એટેકની ખબર પડી શકે છે. ઘણી વખત હાર્ટ એટેકના લક્ષણોને લોકો અન્ય કોઈ સમસ્યાના લક્ષણો સમજી ઈગ્નોર કરતા હોય છે.
ખબર વગર પણ આવી શકે છે હાર્ટ એટેક ?
હા ઘણી વાર વ્યક્તિને જાણ વગર જ હાર્ટ એટેક આવી શકે છે અને તેથી જ તેને સાયલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે. જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેક આવે છે ત્યારે તેના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અથવા તો બિલકુલ દેખાતા નથી. આ સ્થિતિમાં હ્રદયમાં જતો લોહીનો પ્રવાહ થોડા સમય માટે બંધ થઈ જાય છે જેના કારણે હૃદયની માંસપેશીઓ ડેમેજ થઈ જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત