Team Chabuk-Gujarat Desk: રાજકોટ બાદ હવે કચ્છના આદિપુરમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કચ્છના આદિપુરના અંતરજાળ ગામે આવેલા હનુમાન મંદિર પાસેના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. ગણેશ વિસર્જન દરમિયાન 5 લોકો તળાવમાં ડૂબ્યા હતા. જેમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બે લોકો સારવાર હેઠળ છે.
સ્થાનિક લોકો તથા બાદમાં ફાયર વિભાગ દ્વારા તળાવમાં ડૂબેલા પાંચેય લોકોને બચાવવા પ્રયત્નો કરાયા હતા. પરંતુ ત્રણ લોકોના ડુબી જવાથી મોત થયા હતા. મૃતક તમામ સ્થાનિક જ હોવાનું આદિપુર પોલીસના તપાસ અધિકારીએ જણાવ્યું હતું. જેમાં એક યુવક 20 વર્ષનો, બીજો 25 વર્ષનો તથા અન્ય 35 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના ડુબી જવાથી મોત થયાની પુષ્ટિ પોલીસે કરી છે.

આ દુર્ઘટના શનિવારે મોડી સાંજે બની હતી. ઘટનાની જાણ થતા ગાંધીધામ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તો 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. તહેવારો સમયે 3 યુવાનોના ડૂબી જતાં મોત થતાં પરિવારમાં મામત છવાયો છે અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મહત્વનું છે કે, રાજકોટમાં પણ ગઈકાલે આજી ડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન બે લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. જેમાં મામા-ભાણેજ ડેમના પાણીમાં ઊંડે સુધી વિસર્જન માટે જતા તેઓ અંદર જ ડૂબી ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને તરતા આવડતું હોવાથી તે પોતે બચી ગયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
