Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં શ્રાવણ માસના ઉપવાસમાં ખવાતી ફરાળી પેટીસને લઈને મોટો ખુલાસો થયો છે. આ સમાચાર સાંભળીને જ ઉપવાસ કરતાં લોકોને ધ્રાસ્કો પડ્યો છે. કેમ કે રાજકોટમાં એક જગ્યાએથી ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાંથી ફરાળી પેટીસમાં ભેળસેળ કરતું યુનિટ ઝડપી લેવામાં આવ્યુ છે. જેમાં મોટી માત્રામાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતા હોવાનું સામે આવ્યુ છે. આમ, રાજકોટમાં શ્રાવણમાં ઉપવાસ કરતા ભક્તો સાથે ચેડાં થયા હોવાનું પણ જોવા મળ્યું છે.
શ્રાવણ માસમાં રાજકોટમાં ફરાળ કરતાં ઘણા લોકો ફરાળી પેટીસ આરોગતાં હોય છે. ફરાળી નાસ્તાને લઈને રાજકોટનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને દરોડા પાડવામા આવ્યા હતા. જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટના શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટમાંથી અખાદ્ય ફરાળી પેટીસનો જથ્થો ઝડપાયો છે. જલારામ ચોકમાં આરોગ્ય વિભાગે ફરાળી વાનગીઓ વેચતા વેપારીઓ સામે તવાઈ બોલાવાઈ હતી. ઔદ્યોગમાં ઉપયોગમાં લેવાતા મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખૂલ્યુ છે.
અહીં રાહત દરે પેટીસ વેચવાનું કહી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પેટીસ વેચાતી હતી. પરંતુ તેને સસ્તી બનાવવા તેમાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટ નાંખવામાં આવતો હતો. મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવાનો ખેલ આરોગ્ય વિભાગે ખુલ્લો પાડ્યો છે.
મોટી માત્રામાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતા હોવાનું સામે આવ્યા અધિકારીઓ પણ ચોંક્યા હતા. યુનિટમાંથી મોટી માત્રામાં મકાઈના લોટના બરદાન મળી આવ્યા છે. ઉદ્યોગમાં વપરતો લોટથી જ પેટીસ બનાવાય છે. ફરાળી પેટીસનો સ્વાદિષ્ટ બનાવવા લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ ખુલાસો થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
