Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવતીએ આત્મહત્યા કરી લીધી. દાવો છે કે, યુવતીના લગ્ન ન થતાં હોવાથી તેણે અંતિમ પગલું ભરી લીધું છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ત્રાગડ રોડ પર ઉપવન ફ્લેટમાં રહેતી એક યુવતીએ સાતમાં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધુ.
આત્મહત્યાની આ ઘટનાથી લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૃતક યુવતી 30 વર્ષના આસરની પ્રિયંકા પરમાર હોવાની વિગત જાણવા મળી રહી છે.પ્રિયંકા પોતાની માતા અને બહેનો સાથે રહેતી હતી અને ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી પણ કરતી હતી.
જોકે યુવતીને શારીરિક ખોડખાંપણ હતી જેમાં બાળપણમાં મૃતક યુવતીને પેટના ભાગે દાઝી જવાના કારણે દાજેલાના ડાઘ રહી ગયા હતા. જે બાબતોને લઇને તકલીફ હતી અને જેના કારણે લગ્ન પણ ન થયા હતા અને ત્યાર બાદ લગ્ન કરવાનું પણ મનોમન ટાળી નાખ્યું હતું. પ્રિયંકા પરમારે અંતે કંટાળીને આત્મહત્યા કરી હોવાની વિગત જાણવા મળી રહી છે.
આ અંગે ચાંદખેડા પોલિસ અકસ્માત મોત નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આત્મહત્યા પાછળ ખરેખર આ જ કારણ છે કે અન્ય કોઈ કારણ છે. પોલીસે સ્થાનિક લોકો સહિતના પરિવારજનોના નિવેદન લીધા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
