Homeગુર્જર નગરીશ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ પાલખીમાં બિરાજમાન થઈ નીકળ્યા નગરચર્યાએ

શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ પાલખીમાં બિરાજમાન થઈ નીકળ્યા નગરચર્યાએ

Team Chabuk-Gujarat Desk: ખાસ શ્રાવણ માસના સોમવાર તથા મહાશિવરાત્રી પર્વે ભગવાન સોમનાથ જી પાલખીમાં બિરાજમાન થઇ બહાર નીકળતા હોય છે, જ્યારે દેવોના દેવ મહાદેવ પાલખી સ્વરૂપે બહાર નીકળે ત્યારે.. પ્રભુ પધાર્યા મારે આંગણે… તેવો અનેરો ભાવ ભક્તોમાં જોવા મળતો હોય છે,તીર્થ પુરોહિતો ના મંત્રોચ્ચાર, ડમરૂ- શંખ-ઢોલ-શરણાઇ અને ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલે ના નાદ સાથે નીકળતી પાલખીયાત્રા વાતાવરણને સાક્ષાત કૈલાશ ધામ જેવી દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. આજરોજ પાલખી પૂજન ગુજરાત રાજ્યના મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી કુબેરભાઇ ડીંડોર, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવેલ હતું.

ઉપસ્થિત મહાનુભાવોએ શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપુજા, ધ્વજાપૂજા કરેલ હતી, આ પ્રસંગે મંત્રીઓ તથા વિધાનસભા અધ્યક્ષ, ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ કુલપતિનું સ્વાગત સન્માન ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી એ કરેલ હતું. આ પ્રસંગે માનસિંહભાઈ પરમાર, પિયુષભાઇ ફોફંડી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સોમનાથમાં શ્રાવણ માસમાં નવી શરૂ કરવામાં આવેલ ધ્વજા મીકેનીઝમ સિસ્ટમ જેથી ધ્વજા યાત્રીઓના હસ્તે મંદિરના શિખર સુધી પહોચાડવામાં આવે, આ વ્યવસ્થાનો લાભ ઉપસ્થિત મહાનુભાવોએ લીધેલ હતો. 

શ્રાવણ માસ પર્વે આવનાર યાત્રિકો મોબાઈલ, પર્સ સહિતની વસ્તુ સુરક્ષા સાથે જમા કરાવી નિશ્ચિંત પણે દર્શનનો લાભ લઇ શકે, તેવા શુભ આશય સાથે વધુ સામાન રહી શકે તેવી ક્ષમતા સાથેના નવા ક્લોકરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, આ પ્રસંગે ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરી, જિલ્લા કલેક્ટર  આર.જી. ગોહિલ, જીલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, એચ.પી.સી.એલ. કંપની કોડીનારના જનરલ મેનેજર બી.શેસાચારી, દિપક પીલ્લઇ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એચ.પી.સી.એલ. કંપનીના 21.68 લાખના અનુદાનથી ક્લોકરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments