Homeગુર્જર નગરીએપ્રિલમાં મે જેવી ગરમીઃ આવતીકાલથી તાપમાનનો પારો વધવાની સંભાવના, બપોરે ઘરની બહાર...

એપ્રિલમાં મે જેવી ગરમીઃ આવતીકાલથી તાપમાનનો પારો વધવાની સંભાવના, બપોરે ઘરની બહાર ન નીકળવા સલાહ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં મે મહિના જેવી ગરમી એપ્રિલ મહિનામાં પડી રહી છે. લોકો આકરો તાપ સહન કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગરમીનો પારો આગામી દિવસમાં વધુ ઉંચો જવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં ગરમીની વાત કરીએ તો અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ગઈકાલે બુધવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે બીજી બાજુ હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છમાં કાળઝાળ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ગરમીનું જોર ફરી વધી શકે છે. 16 એપ્રિલના રોજ કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠામાં કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની અસર જોવા મળશે. ખાસ કરીને બપોરે લોકો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે. 

nios plate

ગઈકાલે બુધવારની વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધુ 42.5 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી, કંડલા અને અમરેલીમાં 42 ડિગ્રી, રાજકોટમાં 41.9 ડિગ્રી, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી અને ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં આ તાપમાન 44 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments