HomeસિનેમાવાદRanbir-Alia Marriage: આજે એકબીજાના થશે રણબીર-આલિયા, પરંપરા પ્રમાણે રણબીરની જાન નીકળશે

Ranbir-Alia Marriage: આજે એકબીજાના થશે રણબીર-આલિયા, પરંપરા પ્રમાણે રણબીરની જાન નીકળશે

Team Chabuk-Gujarat Desk: બોલિવુડ કપલ રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (alia bhatt) આજે લગ્નગ્રંથીથી (marriage) જોડાઈ જશે. છેલ્લા ઘણા દિવસથી રણબીર અને આલિયાના લગ્નની તારીખને લઈને અટકળો ચાલી રહી હતી. ફેન્સ પણ રાહ જોઈ રહ્યા હતા કે બન્નેના લગ્નની તારીખ ક્યારે જાહેર કરાશે. પરંતુ રણબીર કપુરની માતા નીતૂ કપૂરે લગ્નની ઓફિશિયલ તારીખ જાહેર કરી દીધી છે. નીતૂ કપૂરે કહ્યું છે કે, લગ્ન ગુરુવારે એટલે કે આજે 14 એપ્રિલના રોજ જ થશે. નીતૂ કપૂરનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં નીતૂ કપૂર અને તેમની પુત્રે ઋદ્ધિમા કપૂર સાહની એકસાથે જોવા મળી રહ્યા છે. બંનેને પૈપરાજીએ ઘેરી લીધા અને રણબીર-આલિયાના લગ્ન વિશે વાત કરી. આ દરમિયાન પૈપરાજીએ પૂછ્યું કે હવે તો કહી દો લગ્ન ક્યારે છે. ત્યારે નીતૂ કપૂરે જણાવ્યું કે આવતીકાલે એટલે ગુરૂવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન છે.  

આ વીડિયો જ્યારે પૈપરાજીએ માતા અને પુત્રીને પૂછ્યું કે આલિયા તેમને કેવી લાગે છે? ત્યારે રણબીરની બહેને કહ્યું કે આલિયા ડોલ જેવી ક્યૂટ છે. તો બીજી તરફ નીતૂ કપૂરે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે વહૂ વિશે શું કહુ? તેમણે પોતાની આંખો અને હાથ વડે હાવભાવ આપીને પોતે આ લગ્નથી ખૂબ ખુશ છે તેમ દર્શાવ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કપૂર પરિવાર પરંપરા પ્રમાણે, રણબીરની જાન કાઢશે. તેઓ ક્રિશ્ના રાજ બંગલોથી વાસ્તુ અપાર્ટમેન્ટ સુધી જાન કાઢશે. આ બંને લોકેશન પાલી હિલમાં જ આવેલા છે. બંને વચ્ચે માત્ર 15-20 મિનિટનું અંતર છે. ક્રિશ્ના રાજ બંગલોથી વાસ્તુ અપાર્ટમેન્ટના રસ્તાને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. રસ્તામાં આવતા તમામ વૃક્ષો પર લાઇટિંગ કરવામાં આવી છે.

nios plate

13 એપ્રિલના રોજ રણબીર-આલિયાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આજે એટલે કે 14 એપ્રિલના રોજ કપૂર પરિવાર સૌ પહેલાં પિતૃ પૂજા કરશે. ત્યારબાદ હલ્દી સેરેમની કરશે. પછી આલિયાની ચૂડા સેરેમની યોજાશે. આટલું જ નહીં કપૂર પરિવાર પરંપરા પ્રમાણે, રણબીર કપૂરની જાન પણ કાઢશે. ઉલ્લેખનીય છે કે આજે પંજાબીઓનું નવું વર્ષ પણ છે. આજે વૈશાખી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments