Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ઉંબરી ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર પરણિતીએ પોતાના સાસરે જઈને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે લઈ જવામાં આવી છે. સાસરીયાઓ ઘરમાં પ્રવેશ આપતાં ન હોવાથી મહિલાએ મોબાઈલમાં લાઈવ રેકોર્ડિંગ શરૂ કરીને ઘરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી પરંતુ સાસરિયાઓએ પ્રવેશ ન આપતાં મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ સિવિલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી છે.
2018માં કર્યા હતા પ્રેમ લગ્ન
સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામનો ચંદ્રકાંત નામનો યુવક જૂનાગઢમાં અભ્યાસ કરતો હતો. ત્યારે તેની જ જ્ઞાતિના મિત્રની બહેન સાથે તેને પ્રેમ થઈ ગયો હતો અને કોઈ ઘરે ન હોય ત્યારે યુવતીના ઘરે જઈને પત્નીની જેમ તેની સાથે વર્તન કરતો. 2018માં બન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. યુવતીનાં માતા-પિતાનું મૃત્યુ થયું હતું અને તે તેના ભાઈ સાથે રહેતી હતી. યુવતીને ચંદ્રકાંત સાથે લગ્નની તેનાં પરિવારજનોએ સંમતિ ન આપતાં તેણે મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ ચંદ્રકાંત પત્ની પાસે આવતો પણ તેને પોતાને ઘરે નહોતો લઈ જતો. યુવતીએ દબાણ કરતાં તેને ઉંબરી ગામે લાવી ગામમાં એક રૂમ રાખી ત્યાં રાખતો હતો. યુવતી તેને ઘેર લઈ જવા કહેતી પણ લઈ જવાની ના પડાતો. ચંદ્રકાંત પત્ની પર જબરદસ્તીથી શરીરસંબંધ બાંધતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હોવાની પત્નીએ આરોપ લગાવ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે ચંદ્રકાંતના કૌટુંબિક મોટાભાઈ પ્રવીણભાઈ અને નણંદોયા દેવેન્દ્ર પણ તેની રૂમે આવતા અને તેના પર દુષ્કર્મ આચરતા.

યુવતી વિરોધ કરતી તો તેને માર મારવામાં આવતો હતો. દેવેન્દ્ર તો તેને કહેતો કે તારા ઘરવાળાએ જ મને મોકલ્યો છે તને મનોરંજન માટે જ રાખી છે. આખરે કંટાળીને તે પોતાને માવતર જૂનાગઢ આવી ગઈ હતી. બાદમાં તા. 11 એપ્રિલે ઉંબરી ગઈ હતી અને સાસરીના ઘરના ફળિયામાં સોશિયલ મીડિયા પર લાઇવ થઈ ઘરમાં જવાનો પ્રયત્ન કરતાં તેને ચંદ્રકાંતની માતાએ ધક્કો મારી બહાર કાઢવા પ્રયત્ન કરતાં યુવતીએ ફળિયામાં જ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેને વેરાવળ સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. બનાવ અંગે યુવતીએ પતિ, કૌટુંબિક જેઠ અને નણંદોયા સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી માર મારવાની ફરિયાદ નોંધાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત