Team Chabuk-National Desk: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાયબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપી દીધી છે.
સોનિયા ગાંધીએ આજે સંબોધનમાં કહ્યું કે- ભારત જોડો યાત્રા સાથે મારો કાર્યકાળ પૂરો થઈ શકે છે. સોનિયા ગાંધી પહેલીવાર પાર્ટી અધ્યક્ષની ખુરશી સંભાળવાથી લઇને અત્યાર સુધી પોતાના ઉતાર-ચઢાવ અંગે વાત કરી છે. તેમણે કહ્યું- 1998માં જ્યારે હું પહેલીવાર પાર્ટી અધ્યક્ષ બની ત્યારથી લઇને આજ સુધી એટલે છેલ્લાં 25 વર્ષોમાં અનેક સારા અને ખરાબ અનુભવ થયા છે.
2004 અને 2009માં પાર્ટીનું પરફોર્મન્સ હોય કે પછી મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવાનો મારો નિર્ણય. તે વ્યક્તિગત રીતે મારા માટે સંતોષજનક રહ્યો. તેના માટે પાર્ટી કાર્યકર્તાઓનો મને સંપૂર્ણ સહયોગ મળ્યો. જે વાતથી મને વધારે સંતુષ્ટિ છે, તે ભારત જોડો યાત્રા સાથે મારો સમયગાળો પૂર્ણ થઈ શકે છે. આ પાર્ટી માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત