Team Chabuk-Gujarat Desk: જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ઊનાળો વધુ આકરો બની રહ્યો છે. અમદાવાદમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસાન જોવા મળ્યા. ગરમીથી બચવા લોકોએ ઓફિસ અને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું. અમદાવાદમાં હીટવેવને લઈને હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે. યલો અલર્ટની અસર પણ અમદાવાદમાં વર્તાઈ રહી છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. શહેરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સમયમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ 2 દિવસ હિટવેવની અસર રહેશે. ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છમાં સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત રહેશે. આ ઉપરાંત દીવમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન ?
ગાંધીનગર 41. 5 ડિગ્રી
અમદાવાદ 41.3 ડિગ્રી
રાજકોટ 40 ડિગ્રી
સુરત 39 ડિગ્રી
વડોદરા 40 ડિગ્રી
ગીર સોમનાથ 40 ડિગ્રી
ઊના 35 ડિગ્રી
દીવ 32 ડિગ્રી
જૂનાગઢ 43 ડિગ્રી
કચ્છ 42.16 ડિગ્રી
ગાંધીધામ 45 ડિગ્રી
સુરેન્દ્નનગર 40 ડિગ્રી
ધ્રાંગધ્રા 44 ડિગ્રી
બોટાદ 44 ડિગ્રી
ધોરાજી 44 ડિગ્રી
ડીસા 40 ડિગ્રી
લીંબુના ભાવ વધ્યા
એક તરફ ગરમીનો પારો સાતમા આસમાને પહોંચી રહ્યો છે. બીજી તરફ ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસનો અને લીંબુ સરબતનો સહારો લહી રહ્યા છે. વિટામીન-સીથી ભરપુર એવા લીંબુનો ઉપયોગ વધ્યો છે. લીંબુ શરબતની સાથે કોરોનાની સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે. આથી વિટામીન-સી માટે પણ લીંબુની માંગ વધી છે. લીબુંની માંગ વધતાં લીંબુના ભાવમાં વધારો થયો છે. જે લીંબુ બજારમાં 30 થી 40 રૂ.પ્રતિ કિલોએ મળી રહ્યા હતા તે હવે પ્રતિકિલોએ 120 રૂપિયા ભાવ પહોંચી ગયો છે.
ગરમીથી બચવા શું કરવું ?
બની શકે તો ગરમ હવામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કારણ કે ગરમ હવાથી શરીરમાં પાણી ઘટવાની સંભાવના રહે છે. જેનાથી ચક્કર આવી શકે છે. ખુલ્લા શરીર અને ખુલ્લા પગે ગરમીમાં બહાર ન નીકળવું જોઈએ. ખુલ્લા પગે ગરમીમાં ચાલવાથી લૂ લાગી શકે છે. લૂ લાગવાથી બચવા માટે સૂર્યનો પ્રકાશ સીધો માથા પર આવતો રોકવા માટે ટોપી પહેરવી જોઈએ. જો બહાર નીકળવાનું થાય તો ટોપી પહેરીને નીકળવું જોઈએ. આ ઉપરાંત સિંથેટિક અને પોલિસ્ટરના કપડા પણ ન પહેરવા જોઈએ. ગરમીમાં બહાર નીકળતી વખતે કાળા રંગના કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ. ઘરથી બહાર નીકળો ત્યારે ગરમીમાં લાંબો સમય ભુખ્યા પેટે ન રહેવું જોઇએ. આ ઉપરાંત ગરમીમાં લોકો ઠંડું પાણી પીવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ જ્યારે તમને પરસેવો થાય અને ચક્કર જેવું આવે તો તાત્કાલિક ઠંડુ પાણી પીવું જોઈએ નહી. પહેલાં સાદુ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત ગરમીથી બચવા માટે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. લૂથી બચવા માટે લીંબુ પાણી પીતા રહેવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત