Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભરપૂર હેત વર્ષાવ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં (Uttar Gujarat) પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહમાં રહેલા ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. દાંતીવાડા અને ડીસામાં (Deesa) ભારે વરસાદને (Heavy Rain Fall) લીધે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી છે. અવિરત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે, લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મેઘો મન મૂકીને વરસ્યો છે. ડીસામાં રવિવારે વહેલી સવારથી અત્યાર સુધી 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ડીસામાં 2 કલાકમાં જ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસાના આખોલ ચાર રસ્તા પાસેની દુકાનોમાં પાણી ભરાયા છે. દાંતીવાડામાં પડેલા વરસાદના કારણે વાવધરા ગામના સૂકાભઠ્ઠ વહોળામાં પાણી આવ્યું છે. અવિરત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે.
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ#deesa #rain pic.twitter.com/htdlIEkpv2
— thechabuk (@thechabuk) September 26, 2021
ભારે વરસાદના પગલે ડીસાના આખોલ ચાર રસ્તા પાસેની દુકાનોમાં પાણી ભરાય ગયા છે. શહેરની લગભગ 100 જેટલી દુકાનોમાં 5 ફૂટ જેટલું પાણી ભરાયું છે. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. સવારથી જ આ દુકાનદારો દુકાનોમાંથી પાણી બહાર કાઢવા મથી રહ્યાં છે. ડીસામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે.

આ તરફ પાટણ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. પાટણ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. પાટણ, કમલીવાડા, રાજપુર, હાજીપૂર, હાસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સિદ્ધપુર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
આમ લાંબા વિરામ બાદ અંતે ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. હજી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. હજી સુધી પણ સીઝનનો માત્ર 50 ટકા વરસાદ જ વરસી ચૂક્યો છે. ગત સાંજથી ડીસા, દાંતીવાડામાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત