Team Chabuk-National Desk: મુંબઈમાં રહેતી ટિકટોક ગર્લ અને લખનઉમાં રહેતા ટિકટોકર અને બીજેપી મહિલા કાર્યકર્તાના ભાઈ પર લગ્નની લાલચ આપી કેટલાય મહિનાઓ સુધી બળાત્કાર અને ગર્ભપાત સહિત રૂપિયા માગવાનો આરોપ લાગ્યો છે. પીડિત યુવતીએ યુવક અને તેના પરિવારજનોની વિરૂદ્ધ લખનઉના ઈન્દિરાનગર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો છે. હાલ પોલીસ આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

મૂળ વારાણસીની યુવતી મુંબઈમાં રહીને યૂટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના અન્ય માધ્યમથી ગીતો ગાઈ અને વીડિયો બનાવી કામ કરતી હતી. તેના ફોલોઅર્સની સંખ્યા પણ હજ્જારોમાં છે. આરોપ એવો છે કે કોરોનાકાળ દરમ્યાન ઈન્દિરાનગરનો રહેવાસી ટિકટોક અને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવનારા રાજન તિવારી સાથે તેની મુલાકાત થઈ હતી. સોશિયલ મીડિયાથી બંને સંપર્કમાં આવ્યા હતા. આ સમયે યુવકે યુવતીને ખૂદને બિઝનેસમેન કહ્યો હતો અને પ્રોડક્શન હાઉસ ખોલીને ફિલ્મ બનાવવાની વાત કહી હતી. એ પછી યુવતીને લગ્નની લાલચ આપી લખનઉ બોલાવી હતી અને ત્યાં અનેક વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી પ્રેગનેન્ટ થઈ જતાં તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

યુવક પીડિતાની સાથે અલગ ફ્લેટ લઈ રહેવા લાગ્યો હતો. જોકે આ સમયે પણ પીડિતાની પાસેથી અલગ અલગ કામ માટે રૂપિયા માગી લાખો રૂપિયા લીધા હતા. જ્યારે પીડિતાએ લગ્નની વાત કહી તો તેણે ધક્કો મારી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પીડિતાએ યુવકના પરિવારજનોને આ અંગેની વાત કહી હતી, પણ યુવકની બહેન જે ખૂદને ભાજપની નેતા ગણાવે છે તેણે તેને ભગાડી મૂકી હતી. આ પીડિતાની આઠ મહિનાની બાળકી પણ છે જેને લઈ તે ભાટકી રહી છે. કેસ ફાઈલ કરતા પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી રહી છે.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે, આરોપી યુવકની બહેન નીતૂ તિવારી અને નેહા તિવારી ખૂદને ભાજપની નેતા ગણાવે છે. જ્યારે તેણે તેની સાથે વાત કરવા ઈચ્છી તો જેલ મોકલવાની ધમકી આપી અને મારપીટ કરી હતી. મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, આરોપી રાજન તિવારી લગ્નની લાલચ આપી તેનો બળાત્કાર કરતો રહ્યો હતો. કોઈ વખત ફિલ્મ બનાવવાના નામ પર તો કેટલીય વખત બહેનની બીમારીના નામ પર પૈસા માગતો રહ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત