Homeગુર્જર નગરીવલસાડમાં 8 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, ભરૂચમાં ઝુંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરકાવ

વલસાડમાં 8 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, ભરૂચમાં ઝુંપડપટ્ટી વિસ્તાર પાણીમાં ગરકાવ

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે. કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે 12 વાગ્યાથી સવાર 8 વાગ્યા સુધી 15.94 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબનડેમમાં 9 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમમા ભારે પાણીની આવક થતાં ડેમનું જળ સ્તર 78.55 મીટરે પહોંચ્યું છે. મધુબન ડેમમાં 86 હજાર ક્યૂસેકથી પણ વધારે પાણીની આવક થઈ રહી છે. ડેમના 8 દરવાજા ત્રણ મીટર જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી સવા લાખ ક્યુસેકથી વધારે પાણી દમણગંગા નદીમા છોડાયું છે. માછીમારોને માછીમારી ન કરવા તંત્ર દ્વારા  સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના કારણે દાદરા નગરહવેલી, વલસાડ અને દમણના 26 ગામોને અલર્ટ કરાયા છે. જિલ્લામાં એક NDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવાની સૂચના આપી દેવાઈ છે.  કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે. તિથલના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગુલાબ વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જેના કારણે તિથલ દરિયા કિનારે લાગેલા સ્ટોલ ભારે પવનમાં ઉડ્યા છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ

વલસાડ6.3 ઇંચ
કપરાડા6 ઇંચ
પારડી3.3 ઇંચ
ધરમપુર2.9 ઇંચ
વાપી2.7 ઇંચ
ઉમરગામ2.6 ઇંચ
rps baby world

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ

આ તરફ ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે બજારોમાં પાણી ફરી વળ્યા છે. ભરૂચ શહેરના દાંડિયા બજારમાં સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે. ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે ગાંધી બજાર ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે તો ફુરજા ચાર રસ્તા, ફાંટા તળાવ માર્ગની દુકાનોમાં પાણી ફરી વળતાં સવારથી ધમધમતું બજાર આજે બંધ જોવા મળ્યું છે. ફાંટા તળાવ માર્ગ પર અનેક વાહનો તણાયા હોવાની પણ વિગતો મળી છે. ભરૂચ જિલ્લામાં સિઝનનો 96 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. ભરૂચમા ભારે વરસાદના પગલે ઇન્દિરા નગર,ગફુર બસ્તીના 100 થી વધુ ઝુંપડા પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક લોકોને રેસ્ક્યુ કરી સ્થાનિકોએ બાહાર કાઢ્યા છે. હાલ લોકો રોડ પર રહેવા બન્યા મજબુર બન્યા છે.

rps baby world

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

હાંસોટસવા 5 ઇંચ
અંકલેશ્વર4 ઇંચ
વાગરા4 ઇંચ
વાલીયા4 ઇંચ
ઝઘડિયાસવા 3 ઇંચ
ભરૂચસવા 3 ઇંચ
નેત્રંગસવા 3 ઇંચ
જંબુસરસવા 2 ઇંચ
આમોદ1.5 ઇંચ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments