Homeતાપણુંકન્હૈયા વિશે વિજયવર્ગીયનું નિવેદન: ‘કોઈ ગટરમાંથી નીકળી નાળામાં પડે તો હું કંઈ...

કન્હૈયા વિશે વિજયવર્ગીયનું નિવેદન: ‘કોઈ ગટરમાંથી નીકળી નાળામાં પડે તો હું કંઈ ન કહી શકું…’

Team Chabuk-Political Desk: કોંગ્રેસમાં જોડાઈ ચૂકેલા કન્હૈયા કુમારને લઈ રાજકીય નિવેદનબાજી ચાલુ છે. કેટલાક કોંગ્રેસના નેતાઓની અંદર ખાને આતરડી બળી રહી છે તો ભાજપના નેતાઓ બેફામ નિવેદનો આપી કન્હૈયા પર નિશાન સાધી રહ્યા છે. એક બાદ એક ભાજપના નેતા કન્હૈયા કુમાર અને કોંગ્રેસ પર હુમલો કરવાની તક નથી છોડી રહ્યા.

rps baby world

આ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ મોટું નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, કોઈ ગટરમાંથી નીકળીને નાળામાં પડે તો હું કંઈ ન કહી શકું. વિજયવર્ગીયે વધુમાં કહ્યું કે, આવા લોકો માટે હું ફક્ત અને ફક્ત સહાનુભૂતિ જ વ્યક્ત કરી શકું છું.

rps baby world

મંગળવારના રોજ કન્હૈયા કુમારે કોંગ્રેસની સભ્યતા લેતા કહ્યું કે, કોંગ્રેસને એ માટે પસંદ કરવા મજબૂર થવું પડ્યું, કારણ કે સત્તા પર બેઠેલા કેટલાક લોકો, અમારું ચિંતન, સંસ્કૃતિ અને મૂલ્યોને ક્ષતિગ્રસ્ત કરી દેશનું વર્તમાન અને ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે. કન્હૈયાએ કહ્યું કે, દેશ 1947ની પહેલાવાળી સ્થિતિમાં પહોંચી ચૂક્યો છે. જેથી દેશના લોકોને એકજૂટ કરવા પડશે.

rps baby world

કન્હૈયાના કોંગ્રેસ પાર્ટી પ્રવેશથી પાર્ટીને બિહારમાં ફાયદો થઈ શકે છે. બિહારમાં હવે તમામ પાર્ટીઓમાંથી બીજા પાયદાન પર રહેલા નેતાઓ નેતૃત્વ સંભાળી રહ્યા છે. રાજદમાંથી તેજસ્વી યાદવ પાસે બાગડોર છે. લોક જનશક્તિની કમાન ચિરાગ પાસવાનની પાસે છે. જદયુમાંથી નીતિશ પહેલા જ કહી ચૂક્યા છે કે આગામી ચૂંટણી નહીં લડે, જોકે તેમના ભૂતકાળના નિવેદનો તેમના આ નિવેદનની ચાડી ખાઈ છે. ભાજપે સુશીલ કુમાર મોદીને જવાબદારીમાંથી હટાવી દીધા છે. હવે કોઈ નવું લીડર બનશે. જેથી હવે કોંગ્રેસમાંથી કન્હૈયાની માથે જવાબદારી આવવાની છે તેના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments