Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 16 સપ્ટેમ્બરના રોજ ફર્નીચરના વેપારી અને તેના પુત્રની હત્યાના આરોપી એવા નોકર મહરોજની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 12 હજારની રકમ હાથ લાગી છે. વેપારીનો મોબાઈલ અને લોહીથી લથબથ કપડા પણ મળ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર નોકરને એવી બાતમી મળી હતી કે ઘરમાં પાંચ લાખ રૂપિયા છે. તેને લૂંટવા માટે જ નોકરે બે-બે હત્યાઓને અંજામ આપ્યો હતો. જોકે ઘટના બની ગયા પછી ઘરમાં જ્યારે તપાસ કરી ત્યારે અંદરથી 15 હજાર રૂપિયા જ નીકળ્યા હતા.

એસપી ગ્રામીણ ડૉ.ઈરજ રાજાએ જણાવ્યું હતું કે, બદાયૂના ગામ મિર્ઝાપુર નિવાસી આરોપી નોકર મહરોજ સંબંધમાં નઈમુલ હસનનો ભત્રીજો છે. કેટલાક વર્ષોથી એ નઈમૂલના રામપાર્ક સ્થિત ફર્નીચર ફેક્ટરીમાં નોકરી કરતો હતો. 15 દિવસ પહેલા નઈમુલની પાસે આશરે પોણા પાંચ લાખ રૂપિયા આવ્યા હતા. જેમાંથી 50-50 હજાર રૂપિયા નઈમુલના બંને ભાઈઓના હતા. જ્યારે બાકીની રકમ તેની પોતાની હતી.

હાલમાં જ નઈમુલે મકાન બનાવ્યું હતું. જે માટે તેણે મોટાભાઈની પાસેથી પૈસા લીધા હતા. નઈમુલે પોણા ચાર લાખ રૂપિયામાંથી ભાઈને ભુગતાન કરી દીધું હતું. નોકર મહરોજને વેપારીના ઘરમાંથી પાંચ લાખ મળશે એવી એ પછી આશા બંધાઈ હતી. જે માટે તેણે બે હત્યાઓ કરી. ત્રણ દિવસ પહેલા જ્યારે મૃતકની પત્ની પોતાના ત્રણ બાળકોની સાથે બિહાર એક લગ્ન માટે ગઈ હતી ત્યારે જ આ ખૂની ખેલ ખેલાયો હતો.

મહરોજની યોજના મોડી રાત્રે હત્યા કરી પૈસા લૂંટવાની હતી. જોકે નઈમુલ મોડે સુધી ટીવી જોતો રહ્યો અને તેના ભજનમાં ભંગ પાડતો રહ્યો હતો. આ કારણે જ હત્યા કરવાની રાતે તેને ઉંઘ આવી ગઈ. રાતના ત્રણ વાગ્યે નઈમુલ બાથરૂમ ગયો હતો. આ સમયે અઝાન હોવાથી મહરોજની આંખ પણ ખુલી ગઈ હતી. એ બીજા ઓરડામાં રહેલું ચાકુ અને પંખો લઈ આવ્યો અને શાન્તિથી ઉંઘી ગયો. નઈમુલ બાથરૂમમાંથી જઈ જ્યારે પરત આવ્યો અને ખાટલા પર ચાદર ઓઢી ઉંઘ્યો ત્યારે જ આરોપીએ પંખાથી તેના પર એક બાદ એક એમ વાર કર્યા. બાદમાં ચાકુ લઈ ગરદન કાપી અને પેટમાં વાર કર્યા.

આ વચ્ચે નઈમુલના પુત્ર ઉવૈસની આંખ ઉઘડી ગઈ. ઓરડામાં જે થયું તે જોઈ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ઉવૈસ તેને ઓળખી ગયો હોવાથી તેણે તેને પણ ચાકુથી ગળા પર વાર કરી મારી નાખ્યો. હત્યા બાદ તેણે ઘરની એક એક જગ્યામાં જઈ તપાસ્યું, પણ 15 હજારથી વધારે રૂપિયા નહોતા નીકળ્યા.

સવારે જ્યારે મૃતકનો ભત્રીજો અરબાઝ ઘરમાં હેલમેટ આપવા માટે આવ્યો તો ઘર પહેલાથી જ ખુલ્લું હતું. જ્યારે તેણે અંદર જઈ જોયું તો બે મૃતદેહો પડ્યા હતા. તેની જાણકારી તેણે તત્કાલ આસપાસના લોકો અને પોલીસને આપી હતી. પોલીસ ત્યાં પહોંચી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટ કરવા મોકલ્યા હતા. પોલીસે હાલ આ ઘટનામાં આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત