Homeસિનેમાવાદદુ:ખદ સમાચાર, લાપતાગંજના એક્ટર અરવિંદ કુમારનું હાર્ટ એટેકથી મોત

દુ:ખદ સમાચાર, લાપતાગંજના એક્ટર અરવિંદ કુમારનું હાર્ટ એટેકથી મોત

Team Chabuk-Entertainment Desk: ‘લાપતાગંજ’ એક્ટર અરવિંદ કુમાર વિશે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હાર્ટ એટેકના કારણે 12 જુલાઈના રોજ અભિનેતાનું અવસાન થયું હતું. અરવિંદ કુમાર લોકપ્રિય ટેલિવિઝન શો ‘લાપતાગંજ’માં ચૌરસિયાની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.

‘લાપતાગંજ’માં ચૌરસિયાનો રોલ કરનાર અરવિંદ કુમારનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અરવિંદ શોમાં સહાયક પાત્ર ચૌરસિયા માટે લોકપ્રિય હતા. સિન્ટાના પ્રમુખ મનોજ જોશીએ અભિનેતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરતા તેણે કહ્યું- 12મીએ હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું. અરવિંદ અત્યારે કામની શોધમાં હતો. કોરોના દરમિયાન કામ ન મળવાને કારણે તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો.

arvind kumar

‘લાપતાગંજ’ના લેખક અશ્વિની ધીરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું- હું મારા પ્રોજેક્ટ્સમાં અરવિંદને સતત કામ આપું છું. મારો પ્રયાસ રહ્યો છે કે આ કલાકારોને કોઈને કોઈ કામ મળતું રહે. હું જાણતો નથી કે તે આર્થિક રીતે કેટલો મજબૂત હતો, પરંતુ હું જાણું છું કે તેને કામની ખૂબ જ જરૂર હતી. મેં તેની સાથે અમારી ફિલ્મનું શૂટિંગ જૂનમાં જ કર્યું છે. તેણે મારી આગામી ફિલ્મમાં ચારથી પાંચ દિવસનું શૂટિંગ કર્યું છે. જ્યારે મને તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે હું લોનાવલામાં જ હતો. સેટ સ્ટુડિયોમાં કામ કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments