Homeગુર્જર નગરીVIDEO: અમરેલીના આંબરડીમાં અનરાધાર, બજારમાં પૂરની સ્થિતિ, વાહનો અને પશુઓ તણાયા

VIDEO: અમરેલીના આંબરડીમાં અનરાધાર, બજારમાં પૂરની સ્થિતિ, વાહનો અને પશુઓ તણાયા

Team Chabuk-Gujarat Desk: અમરેલીના સાવરકુંડલાના આંબરડી ગામે ધોધમાર વરસાદ પડ્યો. એક જ કલાકમાં 4થી 5 ઈંચ વરસાદ પડતાં ગામની બજારમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે બજારમાં નદી જેવી સ્થિતિ થતાં એક મીની ટ્રેક્ટર, 4 બાઈક અને કેટલાક પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. અમરેલીમાં છેલ્લા 7 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી કેટલાક ગામડાઓ પાણી પાણી થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ચરખડિયાનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. ચરખડિયાની નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે.

આંબરડી ગામની બજારનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બજારમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે. વીડિયોમાં મીની ટ્રેક્ટર પણ પાણીના પ્રવાહમાં તણાતું સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રવાહ એટલો તેજ છે કે, તેમાં પશુઓ પણ પોતાનું બેલેન્સ જાળવી શકતા નથી.

અચાનક વરસેલા ધોધમાર વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું છે. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને મોટા નુકસાનની ભીતિ છે. વીડિયોમાં કેટલાક સ્થાનિકોને પણ જોઈ શકાય છે. જો કે, તેઓની સામે જ વાહનો તણાતા હોવા છતાં તોઓ લાચાર છે. કારણ કે જો તેઓ વાહનોને બચાવવાની કોશિશ કરે તો તેઓ પણ પાણીના પ્રવાહમાં તાણાઈ શકે છે.

અમરેલીમાં છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. સૌથી વધુ વરસાદ સાવરકુંડલા, કાનાતળાવ, હાથસણી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે જેને લઈને નદી-નાળા છલકાયા છે. ચોમાસાની શરૂઆતથી જ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments