Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊના પોલીસ સ્ટેશનમાં પીડિતાએ જામનગરમાં રહેતા પોતાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાનો આરોપ છે કે, સાસરિયામાં તેને માનસિક અને શારીરિક ત્રાસ અપાયો છે. એટલું જ નહીં થોડા દિવસો પહેલાં તો તેના પતિએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. પીડિતાનું કહેવું છે કે, ઘરમાં તેના સાસુ અને નણંદ ઘરકામ બાબતે વારંવાર મહેણા-ટોણાં મારતા હતા. તેમજ સાસુ અને નણંદની વાતોમાં આવીને તેનો પતિ સુહાષ પણ તેની સાથે મારપીટ કરતો હતો. આ બાબતે અવાર-નવાર તેણે વડીલોને પણ જણાવેલું પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે પીડિતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે.
આરોપી
| સુહાષ નરેન્દ્ર પુનાતર | પતિ |
| વસંત નરેન્દ્ર પુનાતર | સાસુ |
| જાગૃતિ ધીરેન શાહ | નણંદ |
| ફૈની ધીરેન શાહ | નણંદની પુત્રી |
પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, તેના લગ્ન 20 જૂન 2019માં સુહાષ નરેન્દ્ર પુનાતર સાથે થયા છે. શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું. લગ્નજીવનથી તેમને એક 11 માહિનાની પુત્રી પણ છે. પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ શારિરીક અને માનસિક ત્રાસ શરૂ થયો હોવાનો પીડિતાએ આક્ષેપ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે, કામ બાબતે મારા સાસુ વસંત નરેન્દ્ર પુનાતર વારંવાર મેણા મારતા કે, “તારી માએ તને ઘરનું કામ શીખવાડ્યું નથી.” પીડિતાએ તેની નણંદ જાગૃતિ (ઉ.57) અને નણંદની પુત્રી ફૈની શાહ (ઉં.30 વર્ષ) પર આરોપ લગાવ્યો છે કે, નણંદ અને નણંદની પુત્રી તેને વારંવાર અપશબ્દો બોલતા હતા. પીડિતાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, તેણે એ આશાએ અત્યાર સુધી ફરિયાદ ન હતી કરી કે ધીરે-ધીરે બધુ બરાબર થઈ જશે. જો કે, સમય જતાં ત્રાસ ઘટવાની જગ્યાએ વધવા લાગ્યો હતો. એટલું જ નહીં છેલ્લા કેટલાક સમયથી તો વાત છુટાછોડા સુધી પહોંચી ગઈ હતી. પતિ તેની પાસે વારંવાર છૂટાછેડા માટે માગણી કરતો હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે.
પીડિતાએ કહ્યું કે, 26 મેએ ઘરકામ બાબતે નણંદ જાગૃતિ અને નણંદની પુત્રી ફૈની સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સાંજે જ્યારે પતિ સુહાષ ઘરે પરત ફર્યો તો નણંદ અને નણંદની પુત્રીએ તેની કાનભંભેરણી કરી. ત્યારબાદ સુહાષે કહ્યું હતું કે, “તું મારી બહેન કહે તેમ કરજે નહી તો તને જાનથી મારી નાખીશ.” આ વિવાદ બાદ પતિ સુહાષે પીડિતાને ગાડી બંધાવીને જામનગરથી ઊના મોકલી દીધી હતી. આ બાબતે પીડિતાએ ન્યાયની માગણી કરી આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવા માગણી કરી છે.
હાલ આ મુદ્દે પોલીસે પીડિતાના સાસરિયા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. આગામી સમયમાં પીડિતાના પતિ અને અન્ય આરોપીની ધરપકડ પણ થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત