Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. સતત 2 દિવસ ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. 500 હેક્ટરથી વધુની જમીનમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

નાણી ગામમાં પાણી ભરાતા 30થી 40 ગામને જોડતો રસ્તો બંધ થયો છે. જેના કારણે સ્થાનિકો પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ 15 ફૂટ ઊંચો બ્રિજ બનાવવા માંગ કરી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાથી બનાસકાંઠા જિલ્લામાં પણ નુકસાની થઈ છે. અનેક જગ્યાએ વૃક્ષ, વીજ પોલ અને દિવાલો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.
વાવાઝોડાના ગયા બાદ તંત્રએ રાહતના કાર્ય શરૂ કર્યા છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવા વીજ વિભાગ પણ કામે લાગ્યું છે. વાવાઝોડા બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ધોધમાર વરસાદ ખાબકતા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત