Homeગુર્જર નગરીગુજરાતના આ વિસ્તારોમાં આજે તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે જાણો શું...

ગુજરાતના આ વિસ્તારોમાં આજે તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે જાણો શું કરી આગાહી?

Team Chabuk-Gujarat Desk: વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.

ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, કચ્છ, જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર દીવમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર-કચ્છમાંતબાહી મચાવી છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ વિધ્ન બનીને મુશળધાર પડી રહ્યો છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવનથી જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી હતી. આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વધારી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments