Homeગુર્જર નગરીજામનગરમાં જળબંબાકારઃ 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, દરેડ પાસેનું ખોડિયાર મંદિર...

જામનગરમાં જળબંબાકારઃ 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, દરેડ પાસેનું ખોડિયાર મંદિર અડધું ડૂબ્યું

Team Chabuk-Gujarat Desk: ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે જૂનાગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યા બાદ આજે જામનગરમાં જળબંબાકાર થઈ ગયો છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો સાથે સાથે જિલ્લાના વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જામનગર શહેરની વાત કરીએ તો બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદના કારણે જામનગર શહેરમાં ઘુંટણસમા પાણી ભરાય ગયા છે. જામનગર શહેરની શાન સમાન ગણાતા લાખોટા તળાવની દિવાલ પણ ભારે વરસાદના કારણે તૂટી પડી છે. જ્યારે જામનગર શહેરના માંડવી ટાવર નજીક વીજળી પડતા જૂની ઇમારત ધરાશાયી થઈ હતી તેમજ ગોવાળની મસ્જિદ પાસે મકાનનો કેટલોક ભાગ તૂટતાં બાઇક દટાયું હતું. આ તરફ શહેરમાં ધોધમાર વરસાદ પડવાના કારણે દરેડ પાસે આવેલું ખોડીયાર માતાનું મંદિર પણ અડધું ડૂબી ગયું છે.

jamnagar rain

જામનગર શહેર-જિલ્લામાં પડેલા વરસાદના કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ગયા સોમવારે જ જામનગરનો સપડા ડેમ ઓવરફલો થયો હતો. તો બીજી તરફ ફલ્લા નજીકનો કંકાવટી ડેમ 90 ટકા ભરાઇ ચૂકયો હતો. જામનગર મનપા હસ્તકના રણજીતસાગર ડેમમાં અઢી ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રણજીતસાગર ડેમની સપાટી 22.6 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. રણજીતસાગર ડેમમાં થયેલી પાણીની આવકથી જામનગર શહેરને પીવાના પાણીમાં રાહત મળી છે અને જામનગર શહેરને ત્રણ મહિના સુધી ચાલે તેટલું પીવાનું પાણી ડેમોમાં આવી ચૂકયાનું જાણવા મળ્યું છે. રણજીતસાગર ઉપરાંત ઉંડ-1 ડેમમાં અડધો ફૂટ તથા આજી-3 ડેમમાં સવા ફૂટ જેટલુ પાણી આવ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments