Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના બુલઢાણામાં આજે મોડી રાત્રે સર્જાયેલા બસ અકસ્માતમાં 26 લોકોના મોત નિપજ્યા છે. યવતમાલથી પુણે જઈ રહેલી બસનું ટાયર ફાટતા પોલ સાથે ટકરાઈ હતી અને ડિવાઈડર પર ચડીને પલટી મારી ગઈ હતી. જેના કારણે ટાયરમાં બ્લાસ્ટ થતાં બસ આખી સળગી હતી. જેના કારણે બસમાં સવાર 26 લોકોના દાઝી જવાથી કરુણ મોત નિપજ્યા છે. તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. બસમાં કુલ 33 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. બાકીના ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
#WATCH महाराष्ट्र: नागपुर से पुणे जा रही एक बस के दुर्घटनाग्रस्त होने से 26 लोगों की मौत हो गई और 8 अन्य घायल हो गए। वीडियो बुलढाणा में समृद्धि महामार्ग एक्सप्रेसवे से है। pic.twitter.com/THplZAVxQY
— ANI_HindiNews (@AHindinews) July 1, 2023
આ દુર્ઘટનામાં 26 લોકો મોતને ભેટ્યા છે જ્યારે બસની બારીના કાચ તોડીને 7 લોકોએ પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ પાસે સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર રાત્રે 1.35 વાગ્યે થયો હતો. બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું હતું કે, અકસ્માતમાં બસના ડ્રાઈવરનો બચાવ થયો છે. બસના ડ્રાઈવરે જણાવ્યું કે, ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.

ઘટનાને નજરે જોનારાનું કહેવું છે કે, ડ્રાઈવરે સંતુલન ગુમાવી દીધું હતું. બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આગ વચ્ચે બનેલા કોંક્રીટ ડિવાઈડર સાથે અથડાયા બાદ તે પલટી ગઈ હતી. બસ ડાબી તરફ વળી, જેના કારણે બસનો દરવાજો નીચે આવી ગયો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી 26 મૃતદેહોને બહાર કાઢ્યા છે. જેમાં 3 બાળકો છે. ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી. જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું. જેના કારણે આગ લાગી હતી. થોડી જ વારમાં આગે આખી બસને લપેટમાં લીધી હતી. થોડા લોકો સિવાય બધા બળી ગયા. બસમાં સવાર લોકો રાત્રિના સમયે મુસાફરી કરતાં હોવાથી દુર્ઘટના બની તે સમયે સૌ ઉંધ લઈ રહ્યા હતા. આ ઘટનાના તપાસના આદે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આપ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઘટના સ્થળની મુલાકાત લેશે. મુખ્યમંત્રીએ મૃતકના પરિવારજનોને 5-5 લાખની સહાયની પણ જાહેરાત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
