Homeગુર્જર નગરીજૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં બારે મેઘ ખાંગા, 22 ઈંચ વરસાદથી જળપ્રલય

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં બારે મેઘ ખાંગા, 22 ઈંચ વરસાદથી જળપ્રલય

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. વિસાવદરમાં બે દિવસમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભેસાણમાં કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ ડેમ ઓવરફ્લો થયા છે. ઓઝત વિયર ડેમ છલકાતા 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. 1.40 મીટરથી ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, જેથી અનેક માર્ગો પણ બંધ થયા છે. બગસરા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બગસરા-અમરેલી બાયપાસ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તેમજ મુંજીયાસર ડેમ ઓવરફ્લો થવાના કારણે સાતલડી નદી ગાંડીતૂર બની હતી.

junagadh visavadar rain

હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે એવી શક્યતા છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય તેમણે 8થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જૂનાગઢ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. હાલ 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેથી વરસાદની આગાહી કરાઈ છે.

ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ હાલ સક્રિય. અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહેશે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 3 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments