Homeદે ઘુમા કેWorld cup 2023: ક્રિકેટ જગતમાં મોટો અપસેટ, વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ 2023માંથી...

World cup 2023: ક્રિકેટ જગતમાં મોટો અપસેટ, વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપ 2023માંથી બહાર

Team Chabuk-Sports Desk: ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિક્સ તબક્કામાં સ્કોટલેન્ડ સામે હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ 2023 ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. ટુર્નામેન્ટના માત્ર બે ફાઇનલિસ્ટ જ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં પ્રવેશ કરી શકે છે, અને વેસ્ટ ઇન્ડિઝ હવે ફાઇનલમાં પહોંચી શકશે નહીં. તેઓ 1975 અને 1979માં પ્રથમ બે વર્લ્ડ કપના ચેમ્પિયન અને 1983માં રનર્સ અપ હતા. વર્લ્ડ કપ 2023માંથી વેસ્ટ ઈન્ડિઝ બહાર થઈ જતા ક્રિકેટ જગતમાં મોટો અપસેટ સર્જાયો છે.

2 વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ODI વર્લ્ડકપમાં જગ્યા બનાવવાનું ચૂકી ગઈ છે. આ પ્રથમ વખત બનશે જ્યારે વર્લ્ડકપ વિન્ડીઝ વિના રમાશે. વેસ્ટ ઈન્ડિઝ એકદમ મામુલી ગણાતી સ્કોટલેન્ડની ટીમ સામે હારીને વર્લ્ડકપની રેસમાંથી જ બહાર ફેંકાઈ જતા ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે.

ICC ક્રિકેટ વર્લ્ડકપ ક્વોલિફાયર 2023ની સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું હતું. આમ સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ જેવી અનુ ભવી ગણાતી ટીમને વર્લ્ડકપ 2023 માંથી બહાર કરી દેતા એકથી એક આક્રમક અને પ્રભાવશાળી ખેલાડીઓથી ભરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. વિન્ડીઝની ટીમ 48 વર્ષમાં પહેલીવાર ODI વર્લ્ડકપમાં નહીં રમે.

વેસ્ટ ઈન્ડિઝે આપેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સ્કોટલેન્ડની ટીમે 3 વિકેટના નુકસાને 185 રન બનાલી લેતા આ મેજર અપસેટ સર્જાયો હતો. સ્કોટલેન્ડ તરફથી બ્રાન્ડોન મેકકુલન અને વિકેટકીપર ઓપનર મેથ્યુ ક્રોસે 54 રન બનાવ્યા હતા.

ટોસ હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ રન બનાવ્યા હતા. પૂર્વ કેપ્ટને 79 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જોકે, આ સિવાય વેસ્ટ ઈન્ડિઝના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના 5 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા ન હતા. સ્કોટલેન્ડ તરફથી બ્રાન્ડોન મેકમુલને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે આ સિવાય ક્રિસ સોલ, માર્ક વોટ અને ક્રિસ ગ્રીવસે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે સફયાન શરીફે 1 વિકેટ પોતાના નામે કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ટાઇટલ મેચ 19 નવેમ્બરે રમાશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments