Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. માંગરોળમાં 12 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળે છે. શહેર બેટમાં ફેરવાયું છે. માંગરોળમાં ચાર કલાકમાં 12 ઇંચ વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ ભારે પાણી ભરાવાથી નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાઈ છે.
માંગરોળ અને માળીયા હાટીના તાલુકામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મેઘરાજાની તોફાની ઈનીંગથી ક્યાંક મેઘ કહેર તો ક્યાંક મેઘાની ઝરમર વરસાદથી ખેતીના પાકને ફાયદાકારક વરસી રહ્યો છે. હજુ પણ વધારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળનું ઝરીયાવાડા ગામ જળબંબાકાર થયું છે. ઝરીયાવાડા ગામના લોકો ઘર છોડીને બીજા ગામે આશરો લેવોનો વારો આવ્યો છે. માંગરોળ પંથકમાં ભારે વરસાદને પગલે અનેક ગામો જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ઝરીયાવાડા ગામના લોકો ઘર છોડવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ધુસ્યા છે. લોકોનો તમામ ઘરવખરી સામાન પલળી જતા લોકો ચિંતામાં મૂકાયા છે.

જૂનાગઢના માંગરોળમાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પોણા બાર ઇંચ વરસાદ ખાબકતાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. માંગરોળ સિવાય કેશોદમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. કેશોદમાં સિલોદર ગામના પુલનો એક બાજુનો ભાગ તૂટ્યો હતો તેમજ પુલ પર બે વિદ્યાર્થીઓ ફસાયા હતા જેને મહામહેનતથી બચાવી લેવાયા હતા. કેશોદના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો રેવદ્રા ગામમાં અનરાધાર વરસાદથી વાહનો તેમજ ઘરવખરી, અનાજ તેમજ માલઢોર પાણીમાં ગરકાવ થયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
