Team Chabuk-National Desk: ભારતમાં H3N2 વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ ઈન્ફલ્યુએન્ઝાથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સીઝનલ વાયરસને ધ્યાનમાં રાખતા કેંદ્ર સરકાર તરફથી તમામ રાજ્યોને તૈયારી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. નીતિ આયોગે તમામ હોસ્પિટલોમાં મેન પાવરની વ્યવસ્થા કરવા અને ગંભીર દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજન રાખવા પણ કહ્યું છે. કોવિડ-19 જેવા લક્ષણોને કારણે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ પેનિક થવાથી બચવાની સલાહ આપી રહ્યા છે. સૌથી મોટો સવાલ કે શું કોવિડની જેમ ઈન્ફલ્યુએન્ઝાની ચપેટમાં આવ્યા બાદ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે. આવો જાણીએ શું કહે છે હેલ્થ એક્સપર્ટ.
પેનિક ન થાવ, સાવધાની રાખો
હેલ્થ એક્સપર્ટ મુજબ આ ઈન્ફલ્યૂએન્ઝા વાયરસ દર વર્ષે ઘણા લોકોને પોતાની ચપેટમાં લે છે. તેના લક્ષણો કોવિડ સાથે મળતા આવે છે, જેના કારણે લોકો પેનિક થઈ રહ્યા છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે સાવધાની રાખવામાં સારુ છે. તમે સાવધાની રાખી આ સિઝનલ ફ્લૂથી બચી શકો છો.
બદલી રહ્યું છે આ વાયરસનું રૂપ
હેલ્થ એક્સપર્ટ અનુસાર થોડા દિવસ પહેલા ફ્લૂનો H1N1 મ્યુટેન્ટ જોવા મળ્યો હતો. હવે તેનો નવો મ્યુટેન્ટ H3N2 આવ્યો છે. દર વર્ષે વાયરસ તેનું રૂપ બદલી રહ્યો છે. આ જ કારણ છે કે દર વર્ષે તેની નવી રસી આવે છે. આ ફ્લૂની નવી રસી જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આવશે. કોઈપણ આ રસી લગાવી શકે છે અને વાયરસથી બચી શકે છે.
શું H3N2 દર્દીઓને ઓક્સિજનની જરૂર છે ?
ડૉક્ટરના અનુસાર H3N2 દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે, તેમાં જે લક્ષણો જોવા મળી રહ્યા છે, તેમાં તાવ, ઉધરસ, માથાનો દુખાવો જેવા છે. અત્યાર સુધી એવો કોઈ દર્દી આવ્યો નથી જેને આ વાયરસની ઝપેટમાં આવ્યા બાદ ઓક્સિજનની જરૂર પડી હોય. એ વાત અલગ છે કે અગાઉના મ્યુટન્ટ H1N1 ફ્લૂ વાયરસના કેટલાક દર્દીઓને ઓક્સિજનની જરૂર હતી. કોવિડ બાદથી હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યવસ્થા છે. એટલા માટે ગભરાવાની જરૂર નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત