Team Chabuk-Entertainment Desk: આદિપુરુષ ફિલ્મ ફિલ્મ ફરી વિવાદમાં આવી છે. ફિલ્મ વિવિચકોએ ફિલ્મના ગીતો સિવાય કોઈ પણ વાતના વખાણ નથી કર્યા. પ્રભાસને શ્રીરામના પાત્રમાં જોવા માટે લોકો ઉત્સુક હતા. જો કે, ફિલ્મ નિહાળ્યા પછી લોકોની ઉત્સુકતા ગુસ્સામાં બદલી ગઈ. એમા પણ ફિલ્મના ડાયલેગે જાણે કે લોકોને દઝાડી દીધા છે.
જ્યારે લંકા દહનનો પ્રસંગ આવે છે ત્યારે હનુમાનજીના પાત્ર પાસે દિગ્દર્શક બોલાવે છે કે, “કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી તો જલેગી ભી તેરે બાપ કી”. જેની સામે દર્શકો અને ફિલ્મ વિવેચકોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે, આ રામાયણ તો નથી જ.
ફિલ્મ રિલીઝ થયાની સાથે જ દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ આદિપુરુષ પર પ્રતિબંધ મૂકવાની અને ફિલ્મમાંથી કેટલાક આપત્તિજનક દ્રશ્યો દૂર કરવાની માંગ કરતી અરજી કરવામાં આવી છે.
ફિલ્મ વિરુદ્ધમાં અરજી હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે ફળના પાત્ર મહાકાવ્ય રામાયણમાં વર્ણિત પાત્રો કરતાં સાવ અલગ છે. સાથે જ તેમને સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું તે નિર્ણયને પણ પડકાર્યો છે.
ફિલ્મમાં ધાર્મિક ચરિત્રોને ખોટી રીતે અને અનુચિત રીતે દેખાડવામાં આવ્યા છે જેના કારણે હિન્દુ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે તેવો અરજકર્તાનો દાવો છે. ફિલ્મોમાં જે રીતે રામ સીતા હનુમાન અને રાવણના પાત્રને દેખાડવામાં આવ્યા છે તે મહર્ષિ વાલ્મિકી અને સંત તુલસીદાસ રચિત મહાકાવ્યના પાત્રોથી વિરુદ્ધ છે તેવો પણ દાવો છે.
ફિલ્મમાં રાવણ અને હનુમાનના પાત્રનું ચિત્રણ પણ ભારતીય સંસ્કૃતિથી વિપરીત છે. ફિલ્મ રાવણને દાઢી સાથે દેખાડવામાં આવ્યો છે જે તદ્દન ખોટું છે. રાવણ બ્રાહ્મણ હતો અને તેને ફિલ્મમાં ખોટી રીતે અને ભયાનક રૂપમાં દેખાડવામાં આવ્યો છે.સાથે જ ફિલ્મના ડાયલોગ પણ મહાકાવ્ય રામાયણના પાત્રોને શોભે તેવા નથી. આ બાબતોને લઈને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત