Homeદે ઘુમા કેભુવનેશ્વર કુમારે હારેલી બાજીને જીતમાં પરિવર્તિત કરી દીધી, વેસ્ટ ઈન્ડિઝના બેટર્સ આંખો...

ભુવનેશ્વર કુમારે હારેલી બાજીને જીતમાં પરિવર્તિત કરી દીધી, વેસ્ટ ઈન્ડિઝના બેટર્સ આંખો ફાડી જોતા રહી ગયા

Team Chabuk-Sports Desk: ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પોતાની પ્રતિભાથી ફરી એક વખત આલોચકોને જડબાતોડ જવાબ આપી ટીમમાં પોતાનું મહત્વ શું એ સમજાવ્યું છે. શુક્રવારના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની રોમાંચક મેચ ભુવનેશ્વરની શાનદાર બોલિંગના કારણે જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝને જ્યારે જીત માટે 12 બોલમાં 29 રનની આવશ્યકતા હતી ત્યારે 19મી ઓવર ભુવનેશ્વર કુમારને મળી હતી. એ સમયે બેટર નિકોલસ પૂરન અને રોવમન પોવેલની વચ્ચે સેન્ચુરીની ભાગીદારી થઈ ચૂકી હતી. બંને બેટર્સ આક્રામક બેટીંગ કરી રહ્યા હતા. પૂરનના 40 બોલમાં 60 રન હતા. એ પછી ભુવનેશ્વર ન માત્ર પુરનને આઉટ કર્યો પણ પોતાની ઓવરમાં માત્ર ચાર રન આપી એક સમયની હારેલી બાજીને જીતમાં તબ્દિલ કરી દીધી હતી. અંતિમ ઓવરમાં હર્ષલ પટેલે 25 રન બચાવી લીધા હતા. ભુવનેશ્વરની આ અદભુત બોલિંગથી સોશિયલ મીડિયા પર તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. હાલ ટીમ ટી ટ્વેન્ટી સિરીઝમાં 2-0થી અજય છે.

કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારતે પ્રથમ બેટીંગ કરતા ઋષભ પંતના 52 અને વિરાટ કોહલીના 50 રનની હાફ સેન્ચુરીની મદદથી 186 રનનો પડકાર વિન્ડીઝ ટીમને આપ્યો હતો. વિન્ડીઝની ટીમ 20 ઓવરમાં 178 રન જ બનાવી શકી હતી. એક સમયે આ મેચ વિન્ડીઝના ખિસ્સામાં હોય તેવું લાગતું હતું પણ 19મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે ભારતનું મેચમાં પુનરાગમન કરાવી દીધું હતું. તેની ધારદાર બોલિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝના બેટર્સ રન માટે તરસી ગયા હતા. ભુવનેશ્વરના એ છ બોલ કેવા હતા તેની તરફ નજર કરીએ.

પ્રથમ બોલ

ભુવનેશ્વર કુમારે પોવેલને પ્રથમ બોલ નાખી જે મિડિલ સ્ટમ્પ પર ફુલ ટોસ હતી પણ વિન્ડીઝના બેટર્સ તેને વધારે રનમાં તબ્દિલ નહોતા કરી શક્યા અને ડીપ મિડવિકેટ પર રમીને ફક્ત એક રન બનાવ્યો હતો.

બીજી બોલ

આ વખતે ભુવનેશ્વરે સેટ બેટર પૂરનને બોલ નાખી હતી. ભુવનેશ્વરે બોલને તેનાથી દૂર રાખતા ઓફ સ્ટમ્પથી બહાર ગુડ લેન્થ પર બોલિંગ કરી હતી. પૂરને આ બોલને ફ્રન્ટફૂટથી પુલ કરવાનો પ્રયાસ કર્યો પણ બીટ થઈ ગઈ અને કોઈ રન મળ્યો નહીં.

ત્રીજો બોલ

ભુવનેશ્વરે ત્રીજા બોલથી મેચ ટીમ ઈન્ડિયાના ખિસ્સામાં નાખી દીધું હતું. તેણે ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખી હતી, જેના પર પૂરને હવાઈ શોટ ફટકાર્યો હતો, બોલ બેટના કિનારા પર લાગી એક્સ્ટ્રા કવરની તરફ ગઈ અને ત્યાં રવિ બિશ્નોઈએ જોરદાર કેચ પકડી લીધો. પૂરન શાનદાર લયમાં હતો અને તેણે 41 બોલમાં 62 રન કર્યાં હતા. પૂરનનું પતન થતા વિન્ડીઝના બેટર્સ પર પ્રેશર આવ્યું હતું.

ચોથો બોલ

ભુવનેશ્વરની આ બોલ આ વખતે પોવેલ માટે હતી. પોવેલે યોર્કર બોલ પર ઓફ સ્ટમ્પની બહાર શોટ ફટકાર્યો હતો પણ બોલ સીધી લોંગ ઓફના ખેલાડીની પાસે ગઈ અને મહેમાન ટીમને મળ્યો ફક્ત એક રન.

પાંચમો બોલ

આ વખતે ભુવનેશ્વરે વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડને ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો. પોલાર્ડે પુલ કર્યો અને બોલ ડીપ સ્ક્વેયર લેગના ફિલ્ડરની પાસે પહોંચી ગઈ અને અહીં પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ફક્ત એક રન મળ્યો હતો.

અંતિમ બોલ

ભુવનેશ્વર કુમારે પોવેલને યોર્કર નાખ્યો અને ઓવરની સમાપ્તિ કરી. વિકેટના બરાબરમાં ઓફ અને મિડલ સ્ટમ્પ પર બોલ ગઈ. જેને લોંગ ઓન પર રમવામાં આવી અને એક રન મળ્યો. ભુવનેશ્વરની ઓવરના કારણે વેસ્ટ ઈન્ડિઝ ટીમ દબાણમાં આવી ગઈ હતી અને બાદમાં ભારતીય ટીમે બીજી ટી ટ્વેન્ટી સિરીઝ પણ જીતી લીધી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments