Team Chabuk-Gujarat Desk: કોરોના રસીકરણ સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂંછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું કે, કોવિડ-19 રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળ છે જે ગૌરવની વાત છે. કોવિડ-19થી રાજ્યના નાગરિકોને સુરક્ષિત કરવાના શુદ્ધ આશય સાથે તથા કોવિડની ત્રીજી વેવને અટકાવવા માટે રાજ્ય સરકાર 100 ટકા રસીકરણ ઉપર સવિશેષ ભાર મૂકી કોરોના રસીકરણમાં વંચિત રહી ગયેલા નાગરિકો માટે સ્પેશિયલ ડ્રાઇવ/સેશનનું આયોજન કરી રહી છે.
ઋષિકેસ પટેલે ઉમેર્યું હતું કે, આરોગ્ય વિભાગ માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ વંચિતોને રસી આપવા માટે રાત્રિ સેશનનું પણ આયોજન કરીને 100 ટકા રસીકરણના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા કામગીરી કરી રહી છે. તાજેતરમાં જખૌ બંદરે દરિયામાં જઈને 35થી વધુ નાગરિકોને રસીકરણ કર્યું છે.
તેમણે કહ્યું કે, એક પણ રસી નિયત તાપમાનને અભાવે બગડે નહીં તે માટે કોલ્ડ ચેઇન સ્ટોર, રેફ્રીજરેટર, આઈસ લાઈનર, ડીપ ફ્રીઝ અને કોલ્ડ બોક્સ સહિતની સુદ્રઢ વ્યવસ્થા રાજ્યભરમાં ઉપલબ્ધ છે. કોલ્ડ ચેઈન વેક્સિન લોજિસ્ટિકની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચત કરવા તાલીમબદ્ધ વેક્સિન કોલ્ડ ચેઈન હેન્ડલરની એક્સપર્ટ ટીમ કાર્યરત છે. એટલું જ નહીં, આ વ્યવસ્થામાં કોઈ ખામી આવે તો તેના ત્વરિત સમારકામ માટે તથા તેની યોગ્ય જાળવણી માટે ટેકનિકલ એક્સપર્ટ ટીમોની પણ નિમણૂક કરી છે. સમગ્ર વ્યવસ્થાને પગલે રાજ્યમાં પ્રથમ અને બીજો ડોઝ સાથે 81 ટકા કોવીડ રસીકરણની કામગીરી પૂર્ણ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં એક દિવસમાં કુલ 4 લાક 96 હજાર 485 લોકોનું સરીકરણ થયું હતું. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 85 હજાર 384 લોકોને રસી આપવામાં આવી હતી જ્યારે ડાંગમાં સૌથી ઓછા 784 લોકોનું રસીકરણ થયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમા અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 20 લાખ 944 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. જેમાં 1 કરોડ 84 લાખ 73 હજાર 384 લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ