Team Chabuk-Gujarat Desk: મહિસાગરના ધૈર્યરાજની મદદે હિન્દુ યુવા સંગઠન આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં હિન્દુ યુવા સંગઠને અલગ-અલગ ટીમ બનાવીને ઓફલાઈન તેમજ ઓનલાઈન ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું છે. જેને ઊનાના નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ઊનામાં માત્ર ત્રણ કલાકમાં હિન્દુ યુવા સંગઠને 50 હજારથી વધુની રકમ એકઠી કરી લીધી હતી.

ત્રણ મહિનાના ધૈર્યરાજ માટે ઊનાના હિન્દુ યુવા સંગઠને મુહીમ ઉપાડી છે. સંગઠનના 40 સભ્યોની ટીમે ઊનાની બજારમાં ફરી ધૈર્યરાજ માટે યથાશક્તિ મદદ માટે અપીલ કરી હતી. આ અપીલના પગલે લોકો સામેથી ધૈર્યરાજ માટે યોગદાન આપવા આગળ આવ્યા હતા. હિન્દુ યુવા સંગઠનના સભ્યોનું કહેવું છે કે, માત્ર ઊના જ નહીં તેઓના સંગઠને સમગ્ર ગુજરાતમાં ધૈર્યરાજ માટે અભિયાન ચલાવ્યું છે. જે રકમ એકઠી થશે તે ધૈર્યરાજને એક સાથે જ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ઊનામાંથી સાંજના સમયે માત્ર ત્રણ કલાકમાં તેઓએ 50 હજાર 291 રૂપિયા એકઠાં કરી લીધા હતા.

ગુજરાતના વિવિધ જિલ્લામાં અલગ અલગ NGO, સમાજ અને સંગઠનો ધૈર્યરાજ માટે ફંડ એકઠું કરી રહ્યા છે. ધૈર્યરાજની જિંદગી બચવવા માટે નાતજાતનો ભેદભાવ ભૂલાવી લોકો દાન કરી રહ્યા છે. તાજેતરમાં સુરતમાંથી કિન્નર સમાજે 65 હજાર રૂપિયાનું દાન એકઠું કર્યું હતું. અત્યાર સુધીમાં ધૈર્યરાજ માટે કુલ 10 કરોડ જેટલી રકમ એકઠી થઈ ગઈ હોવાનો દાવો છે.
સાંસદો અને મંત્રીઓએ પણ ધૈર્યરાજ માટે મદદની અપીલ કરી છે. સાથે જ CM અને PM રાહતફંડમાંથી આર્થિક મદદની માગણી કરી છે. સાંસદ રતનસિંહ રાઠોડ અને મંત્રી બચુ ખાબડ આ અંગે પત્ર લખીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહતફંડમાંથી મદદ કરવા માટે રજૂઆત કરી ચુક્યા છે.
કોણ છે ધૈર્યરાજ ?
ધૈર્યરાજ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રાઠોડ પરિવારનો ત્રણ મહિનાનો દીકરો છે. આ દીકરો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ધૈર્યરાજને SMA-1 નામની ગંભીર બીમારી છે. SMA-1એ સ્નાયુની બીમારી છે. જે દર્દી આ બીમારીથી પીડિત હોય તે પથારીમાંથી ઉભુ થઈ શકતુ નથી. હલન-ચલન કરી શકતું નથી. ભારતમાં આ બીમારીની સારવાર નથી એટલે જ અમેરિકાથી ઈન્જેક્શન મંગાવવું પડે એમ છે. ધૈર્યરાજને જે ઈંન્જેક્શન આપવાનું છે તેની કુલ કિંમત 22 કરોડ રૂપિયાની છે. જેથી સામાન્ય પરિવારમાંથી આવતા ધૈર્યરાજની સારવાર માટે માતા-પિતા અને પરિવાર મુંઝવણમાં મૂકાયો છે. જે પરિવાર માટે 22 હજાર રૂપિયા બહુ મોટી રકમ છે તે 22 કરોડ ક્યાંથી લાવે ? જેથી ધૈર્યરાજના માતા-પિતાએ મદદની ગુહાર લગાવી છે. માતા-પિતાનો અવાજ સાંભળી ગુજરાતીઓ ધૈર્યરાજની મદદે આવ્યા છે અને યથાશક્તિ પ્રમાણે સહાય કરી રહ્યા છે.
SMA-1 વિશે જાણો
ધૈર્યરાજને જે બીમારી છે એ જન્મજાત છે. આ બીમારીનું પૂરું નામ સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ ( Spinal Muscular Atrophy Fact Sheet ) છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં 4 ખામીના કારણે થાય છે. રંગસૂત્ર-5ની નાળી જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસના શરીરમાં ન્યૂરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. SMA-1થી પીડિત વ્યક્તિમાં આ પ્રમાણ યોગ્ય જળવાતું નથી જેના લીધે બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. SMA-1 વારસાગત રોગ છે.
16 કરોડનું ઈન્જેક્શન, 6 કરોડ રૂપિયા ટેક્સ
ધૈર્યરાજની સારવાર માટે ઈન્જેક્શન USAથી મંગાવવું પડે તેમ છે. આ ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા છે જેના પર 6 કરોડ રૂપિયા જેટલો ટેક્સ લાગે છે. એટલે ઈન્જેન્ક્શની કુલ કિંમત 22 કરોડ રૂપિયા થઈ જાય છે. આ ઈંન્જેક્શન બનાવવાની માન્યતા 2016માં UAS ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પીનરાઝા)ને મળેલી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત