Homeગુર્જર નગરીભરૂચઃ આખો પરિવાર સુતો હતો અને મકાન ધરાશાયી થયું, ત્રણ સગા ભાઈ-બહેનના...

ભરૂચઃ આખો પરિવાર સુતો હતો અને મકાન ધરાશાયી થયું, ત્રણ સગા ભાઈ-બહેનના મોત, માતા-પિતા સારવાર હેઠળ

Team Chabuk-Gujarat Desk: ભરૂચના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 6 લોકો દટાયા હતા જેમાંથી ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જ્યારે માતા-પિતાને સારવાર માટે લઈ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી થયું.  મકાનના કાટમાળમાં આખો પરિવાર દટાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના બની ત્યારે આખો પરિવાર ઉંઘી રહ્યો હતો અને તેમના પર મકાનનો કાટમાળ પડ્યો હતો. જેથી આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે પરિવારના અન્ય લોકોને સારવાર માટે લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

ધડાકાભેર મકાન ધરાશાયી થતાં આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને તુરંત ફાયર વિભાગની ટીમે દોડી આવી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. રેસ્ક્યુ દરમિયાન દંપતિને બહાર કાઢી સારવાર માટે લઈ જવાયું હતું. જ્યારે 10 વર્ષીય નિશા કિશોરભાઈ ગુજ્જર, પ્રિન્સ કિશોરભાઈ ગુજ્જર અને અંજના કિશોરભાઈ ગુજ્જર નામના ત્રણેય બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments