Homeગુર્જર નગરીરાજકોટની હોટલમાં પ્રેમિકાની હત્યા કરી એસિડ પી લેનાર પ્રેમીનું 17 દિવસની સારવાર...

રાજકોટની હોટલમાં પ્રેમિકાની હત્યા કરી એસિડ પી લેનાર પ્રેમીનું 17 દિવસની સારવાર બાદ મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટની એક ખાનગી હોટલમાં થોડા દિવસ પહેલાં પ્રેમિકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રેમીનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. રાજકોટના કરણપરામાં આવેલી હોટલ નોવા બુટીકમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતે એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે 17 દિવસની સારવાર બાદ યુવકે પણ દમ તોડી દીધો છે. હાલ આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, રાજકોટ શહેરના કરણપરામાં આવેલી નોવા બુટીક હોટલમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું છે. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધાનું સામે આવ્યું હતું.

જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. ACP જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતું કે જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જેમિસ અને સગીરા સવારે 9 વાગ્યે નોવા બુટીક હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. જેમિસે સગીરાની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. સગીરાના પિતાની ફરિયાદ પરથી જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હોટલમાં ઘૂસવા માટે જેમિસે સગીરાના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું હતું. સગીરાના ઓરિજિનલ આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે, જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે સગીરાની ઉંમર 19 વર્ષ અને ઓરિજિનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે, આથી સગીરાને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્સમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments