Homeગુર્જર નગરીભારતમાં ૧૦૦ કરોડ ડોઝ અપાયાની સિદ્ધિમાં હોસ્પિટલોમાં ઉજવણી, આરોગ્યકર્મીનું સન્માન કરાયું

ભારતમાં ૧૦૦ કરોડ ડોઝ અપાયાની સિદ્ધિમાં હોસ્પિટલોમાં ઉજવણી, આરોગ્યકર્મીનું સન્માન કરાયું

Team Chabuk-Gujarat Desk: ભારતમાં ૧૦૦ કરોડ લોકોના રસીકરણની વૈશ્વિક સિદ્ધિની વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, પોલીસ આધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આરોગ્યકર્મીઓએ રસીકરણ માટે કરેલી અથાગ મહેનતને બિરદાવી હતી. સાથે જ ઢોલ-શરણાઈના નાદ સાથે કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેએ જણાવ્યું હતુ કે આરોગ્ય કર્મીઓની કોરોનાની પ્રથમ વેવ શરૂ થયાથી આજ સુધી ઉત્તમ કામગીરી કરી છે. આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે આજે જિલ્લામાં 90 ટકાથી વધુ વેક્સીનેશન પૂર્ણ કરી શકાયું છે. આ પ્રસંગે આરોગ્ય કર્મીઓને બિરદાવતા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આરોગ્ય કર્મીઓએ કોરોના કાળમાં પોતાના જીવ જોખમમાં મૂકીને દિવસ રાત ફરજ નિભાવી છે. વેક્સીનેશનના મહાઅભિયાનમાં 100 કરોડ વેક્સીનેશન એ તેમની કર્તવ્ય પરાયણતાનું જ ફળ છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોથી ગીર સોમનાથ જિલ્લામાં ૯૦ ટકાથી વધુ રસીકરણની કામગીરી કરવામાં આવી છે. તેમજ જિલ્લાના ૩૪૩ ગામોમાં તો ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, પી.આઈ ડી.ડી.પરમાર, પી.આઈ એન.જી વાઘેલા ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય, ડો.બામરોટિયા,ડો. જિજ્ઞેશ પરમાર, કોવિડ કોર્ડિંનેટર ડો.બી.એન.રામ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં પણ આરોગ્ય કર્મીઓનું સન્માન

રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ૧૦૦ કરોડ ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરતાં ગુરુવારે સાંજે આરોગ્ય કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ પ્રસંગે વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરાતાં બેન્ડની સુરાવલી સાથે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના હસ્તે કોરોના વોરીયર્સ અને રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોનાની વૈશ્વિક મહામારીને દેશવટો આપવા અને નાગરિકોને આ વાયરસ સામે સુરક્ષા પ્રદાન કરવા દેશભરના નાગરિકોને આજે રસીકરણના ૧૦૦ કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિદ્ધિ હાંસલ થતાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બેન્ડની સુરાવલી સાથે આકાશમાં ફુગ્ગાઓ મુક્ત કરીને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોલીસ, આરોગ્ય વિભાગ સહિત તમામ વિભાગના કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓએ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરી આ મહામારી પર કાબુ મેળવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરનારને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

(માહિતીવિભાગ પોરબંદર અને મોરબી)

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments